વિપુલ જોષી @ ગરબાડા
કન્ટેનમેન્ટ વિસ્તારની જોગવાઈઓના ભંગ બદલ ગરબાડામાં ત્રણ દુકાનો અને એક ક્લિનિક સીલ કરવામાં આવ્યું
ગરબાડા તા.22
ગરબાડા નગરમાં કોરોનાએ પગ પેસારો કરતા ગામનો મોટાભાગનો વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાં આવી જતા સમગ્ર નગરમાં કરફ્યુ જેવો માહોલ છે.કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા તમામ દુકાનદારો તેમજ ક્લિનિક અને મેડિકલ સ્ટોર પણ બંધ રાખવા આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં અમુક વેપારીઓ અને ક્લિનિક ખુલ્લા રહેતા તારીખ ૧૮મીના ગરબાડા મામલતદાર ની ટીમ તથા ગરબાડા પી.એસ.આઇ દ્વારા આઝાદ ચોકમાં કન્ટેન્મેન્ટ વિસ્તાર માં આવતી ધનરાજ ભાઈ ગારીની દુકાન તથા માતાજી ચોકમાં આવેલ સૂર્યવંશી ઇલેક્ટ્રોનિક. અને ડૉ.હિરલ ભોકણના ક્લિનિકને સીલ કરવામાં આવ્યું છે અને નવા ફળિયા માં મણિલાલ સેવા ભાઈ ગોહિલ સામે જાહેરનામાના ભંગ બદલ ૧૮૮ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સ્થાનિક તંત્ર દ્વારા કન્ટેન્મેન્ટ ઝોનમાં આવતા અમુક લોકો સામે જ કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે કન્ટેન્ટ ઝોન માં આવતા ઘણા ખરા ક્લિક અને મેડિકલ સ્ટોર હાલમાં પણ ચાલુ હોવાની રજૂઆત પણ કરવામાં આવી હોવાનું નગરમાં ચર્ચાઈ રહ્યું હતું.જ્યારે ગરબાડા નગર માં આરોગ્ય વિભાગ દ્વારા તારીખ ૧૮મી ના રોજ ૧૫ જેટલા રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાં ત્રણ કોરોના પોઝિટિવ આવ્યા હતા.આઝાદ ચોક વિસ્તારમાં પ્રજાપતિ રમેશભાઈ ભગવાનભાઈ તેમજ માતાજી ચોકમાં સાવન ભાઈ આર સોની તેમજ રસિકભાઈ સોની પણ પોઝિટિવ આવતા તેમને કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી