
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના વાસીયાકુઇ તથા ભિચોર ખાતે વાગ્ધાર સંસ્થા દ્વારા રવી બીજ આદાન પ્રદાન કાર્યક્રમ યોજાયો*
*ઉપસ્થિત ખેડૂતોને ભુલાઈ ગયેલા બીજોને ફરી સંવર્ધન કરવા માહિતગાર કરાયા*
સુખસર,તા.15
વાગ્ઘરા સંસ્થા દ્વારા 14 ઓક્ટોબર 2025 ના રોજ સુખસર તાલુકાના વાંસીયાકુઈ ગામમાં ભુરાભાઈ ડામોરના ઘર આંગણે અને 15 ઓક્ટોબર 2025 ના રોજ ફતેપુરા તાલુકાના ભીચોર ગામમાં નંદાબેન પારગી(સરપંચ) ના ઘર આંગણે રવિ ફસલ બીજ આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ,આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો, ભાઈઓ ,અને બાળકએ ભાગ લીધો હતો.
વાગ્ધરા સંસ્થાના પ્રતિનિધિ શ્રી ગિરીશભાઈ પટેલ દ્વારા શિયાળુ પાકોમાં વાવેતર કરાતા દરેક પ્રકારના શાકભાજી,અનાજ,કઠોળ,તેલીબીયા ના બીજોનું આદાન-પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનો પોતાના ઘરે જે વધારાનું બીજ હતું તે આ કાર્યક્રમમાં લઈને આવ્યા હતા.અને પ્રદર્શનમાં મૂક્યું હતું.
જે ભાઈ અથવા બેનના ઘરે આમાંથી કોઈ બિયારણ ન હતું તે બીજ લઈ ગયા હતા.આ કાર્યક્રમમાં પરંપરાગત દેશી બીજોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.જેમાં હળદર, આદુ,કારેલા,રીંગણા,મરચા, ટામેટા,બટાકા,સુરણ, ભીંડા, ગવાર, ચણા,ઘઉં,જવ આવા અનેક પ્રકારના મૂકવામાં આવ્યા હતા.અને આ બીજો નું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતુ.
સહજકર્તા શ્રી યોગેશભાઈ પારગી દ્વારા પરંપરાગત બીજોનું બીજ ઉપચાર દ્વારા ડેમો કરીને ફુગનાશક અને જંતુનાશક બનાવવા માટે ડેમો કરવામાં આવ્યો હતો.સાથે વાગ્ધરા સંસ્થાના ટીમ લીડર રોહિતભાઈ જૈન દ્વારા દેશી પરંપરાગત બીજોનું મહત્વ વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું હતું.આપણા જુના ખોવાઈ ગયેલા બીજોને ફરી સંવર્ધન કરવા માટે વિસ્તાર પૂર્વક જાણકારી આપવામાં આવી હતી.અને તેમનો સંરક્ષણ માટે ની અનેક પ્રકારની પદ્ધતિઓ,વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પણ આમાં સમાવેશ કરીને બતાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભુરાભાઈ ડામોર(ગુરુજી) ભાવેશભાઈ ડામોર,હુરતિગભાઈ ચંદાણા,નંદાબેન પારગી (સરપંચ ) વશીબેન પારગીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.