
રાજેશ વસાવે :- દાહોદ
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા EWS ના લીધે ST ને રોસ્ટરમાં થતા અન્યાય બાબતે સરકારશ્રીને 26 વખત રજૂઆત કરવામાં આવી.
નવસારી તા. ૨
હમણાં ઘણી જગ્યાએ પરીક્ષાઓ ચાલી રહી છે.અંદાજિત દોઢ લાખ આદિવાસી ઉમેદવારો પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે અને ઘણાએ આપી પણ દીધી છે.જેમાં નીચેના મુદ્દે આદિવાસી ઉમેદવારોને ખુબ અન્યાય થઇ રહ્યો છે.
જિલ્લા કક્ષાએ રોસ્ટર ક્રમાંકમાં આર્થિક અનામત ઉમેદવારો માટેનો પોઇન્ટ આદિવાસી ઉમેદવારો પહેલા મુકવાથી આદિવાસીઓ માટે સીટો ઘણી ઓછી થઈ જાય છે.આથી આ બાબતે આદિવાસી ઉમેદવારોનો પોઇન્ટ આગળ મુકવાની જરૂર છે.
આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજયના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ જણાવ્યુ હતું કે અમે અનેક પત્રો લખી ચુક્યા છીએ તેમ છતાં બસ એક જ સ્ટીરીઓટાઈપ જવાબ આપવામાં આવે છે કે “આ વિષય નીતિવિષયક છે,જેની અત્રે નોંધ લેવામાં આવે છે.આ બાબતે વિવિધ પાસાઓ અંગે વિચારણા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે”પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.આવી અન્યાયકારી નીતિને લીધે અનેક આદિવાસી વિદ્યાર્થીઓને ભારોભાર અન્યાય થઇ રહ્યો છે.
આ પ્રશ્નની ગંભીરતા સમજીને આપશ્રી નિયમોનુસાર તાત્કાલિક હુકમ કરી ન્યાય આપવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને અપીલ કરવામાં છે.