Wednesday, 30/10/2024
Dark Mode

ઝાલોદમાં ખાતર લેવા ભેગા થયેલા ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતો વિફર્યા:ખાતરની કાળાબજારીનો આક્ષેપો કરી હંગામો મચાવ્યો:શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

ઝાલોદમાં ખાતર લેવા ભેગા થયેલા ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતો વિફર્યા:ખાતરની કાળાબજારીનો આક્ષેપો કરી હંગામો મચાવ્યો:શોશ્યલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા

  હિરેન પંચાલ @ ઝાલોદ 

ઝાલોદ તા.10

ઝાલોદ ખાતર ડેપો પર આજરોજ ખાતરની ગાડી આવતા છેલ્લા કેટલાય દિવસથી આસપાસના વિસ્તારના ખેડૂતોને ખાતર લેવા એક ડેપો થી બીજા ડેપો સુધી ધક્કા ખાયા બાદ પણ ખાતર સમય પર નહિ મળતા મોટી સંખ્યામાં ખાતર લેવા ભેગા થયેલા ખેડૂતો ભારે હોબાળો મચાવી બિયારણની કાળાબજારી કરતા હોવાનું આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો.જ્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં કોરોનાકાળમાં શોશ્યલ ડિસ્ટન્સના સરેઆમ લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા.

ઝાલોદ પંથકમાં ખાતરની અછત સર્જાતા ખાતર ડેપો પર ઉમટી પડેલી મોટી મેદનીએ ભારે હોબાળો મચાવ્યો હતો.એટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સ ના લીરે લીરા ઉડે તે રીતે એકઠી થયેલી ભીડે તેમને ખાતર ના મળવા અંગે ભારે આક્રોશ વ્યક્ત કરી અને ખાતરનાં કાળાબજાર થતા હોવાનો આક્ષેપ કરી ભારે હોબાળો મચાવ્યો હતો તો બીજી તરફ ખાતર ડેપો વાળા સરકાર કક્ષાએથી પૂરતો જથ્થો ન આવતો હોવાનું અને ખાતર વિતરણ અંગેની પ્રક્રિયાને કારણે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોવાનું જણાવ્યું છે.એક તરફ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા હતા અને પોતાનો પાક નિષ્ફળ જશે તેવી ભીતિ સેવાઇ રહી હતી.તેવા સમયે જ મેઘરાજાએ મહેર કરતા ખેડૂતોનું પાક બચી જવા પામ્યો હતો.પરંતુ હાલ ખેડૂતોને ખાતરની અત્યંત જરૂર હોય બજારમાં મોટી સંખ્યામાં નાના ખેડૂતો ખાતર લેવા માટે ઉમટી પડે છે.પરંતુ ખાતરની ભારે અછતને નાના ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા હોવાનું પ્રતિ થવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ઝાલોદ પંથકમાં કોરોના સંક્રમણના લીધે દિન પ્રતિદિન પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેવા સમયે બિયારણ લેવા ભેગી થયેલી જનમેદનીના કારણે કોરોના નો ખતરો વધી જવા પામ્યો છે.ત્યારે સંબંધિત દ્વારા છેવાડાના ખેડૂતને પણ ખાતર સહેલાઇથી મળી રહે વ્યવસ્થા હાથ ધરાશે ખરી તે જોવું રહ્યું

error: Content is protected !!