
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
ઢાળસીમળ સમાવિષ્ટનું કુંડા ગામનું બુથ પ્રા.શાળાએ રાખવા જિલ્લા કક્ષાએ રજૂઆત..
કુંડા પ્રા. શાળામાં લોખંડની ફેન્સીંગ વાડ, કોર્ટ અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા છતાં બુથ ના મુકાતા મતદારોમાં રોષ…
કુંડામાં બુથ ન મૂકવામાં આવે તો કુંડા ગામના 560 મતદારોએ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી..
સંજેલી તા.13
સંજેલી તાલુકા ની નવ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યો માટેની ઉમેદવારી પત્રો ભર્યા બાદ ચૂંટણીને લઇ પ્રચાર ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.. અને ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય માહોલ પણ ગરમાયો..
સંજેલી તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ઠાળસીમળ સમાવિષ્ટ ગામ કુંડા ગામનું બુથ પ્રાથમિક શાળા પર રાખવા તાલુકા સેવા સદન મામલતદાર કચેરી સહિત જિલ્લા કક્ષાએ રજૂઆત કરાઈ..
સંજેલી તાલુકાના ઢાળસીળ ગ્રુપ ગ્રામ પંચાયતના 1300 જેટલા મતદારો અને આઠ જેટલા વોર્ડ આવેલા છે.. જેમાં ઠાલસીમળ,કુંડા,ધમેણા આમ ત્રણ ગામોનો સમાવેશ થાય છે.. અને કુંડા થી ઢાળસીમળ ત્રણ કિલોમીટર દૂર મતદારોને લાંબુ થવું પડે જેને લઇ કુંડા ગામના તમામ મતદારોએ વિરોધ કરી તાલુકા અને જિલ્લા કક્ષાએ કુંડા પ્રાથમિક શાળા ખાતે બુથ ની માંગ કરવામાં આવી છે.
ઢાળસીમળ ગામના 1 થી 4 વોર્ડ આવેલા છે જ્યારે ધમેણા ગામના વોર્ડ પ આવેલા છે અને કુંડા ગામનો વોર્ડ 6 થી 8 આવેલો છે.. સરકાર દ્વારા જેટલી પણ ચૂંટણી યોજવામાં આવેલ છે તે તમામ ચૂંટણીમાં કુંડા પ્રાથમિક શાળા પર જ બુથ આપવામાં આવે છે ત્યારે આ સરપંચની સામાન્ય ચૂંટણીમાં બુથ કેમ કેન્સલ કરી ઉઠાવી લેવામાં આવ્યો. જેને લઈને મામલતદાર સહિત કલેકટરને રજૂઆત કરવામાં આવી છે જો કુંડા પ્રાથમિક શાળા ખાતે ચારે બાજુ કોટ અને લોખંડની ફેન્સીંગ તારની વાડ પણ આવેલી છે સાથે સીસીટીવી કેમેરા ની પણ વ્યવસ્થા છે અને શૌચાલય અને પાણી ની પણ વ્યવસ્થા છે છતાં પણ આટલી બધી પ્રાથમિક સુવિધા હોવા છતાં સરકાર દ્વારા બુથ ના ફાળવવામાં આવ્યો. વહેલી તકે બુથ ફાળવવામાં આવે કુંડા ગામના 560 જેટલા મતદારોને ઢાલસીમળ સુધી લાંબુ ન થવું પડે જો કુંડા પ્રાથમિક શાળા ખાતે બુથ ન આપવામાં આવે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે.