
સંજેલી તાલુકા ની કુલ 9 ગ્રામ પંચાયતો અને 4 વોર્ડ સભ્યોની ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો..
ભાણપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ગ્રેજ્યુએટ યુવા મહિલા હેતલ કટારાએ સરપંચની દાવેદારી નોંધાવી..
સંજેલી તાલુકામાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા, 6 સરપંચ અને 31 સભ્યોના ફોર્મ ભરી દાવેદારી નોંધાવી..
દાહોદ તા.06
સંજેલી તાલુકામાં નવ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામુ પડ્યા બાદ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ ગ્રામ પંચાયત ચૂંટણીને રાજકીય માહોલ ગરમાયો છે.ઉમેદવારી ફોર્મ ભરવાના ત્રીજા દિવસે 6 સરપંચ અને ૩૧ સભ્યો એ પોતાની ઉમેદવારી ફોર્મ ભરીને ચૂંટણી જંગમાં જપલાવી હતું સંજેલી તાલુકાની કુલ નવ ગ્રામ પંચાયતો અને ચાર વોટ સભ્યોની ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો જોવા મળી રહે છે.વાંસીયા ભાણપુર અને ડુંગરા ગ્રામ પંચાયતોમાં ઉમેદવારી પત્ર ભરાયા હતા.
જેમાં સંજેલી ગ્રામ પંચાયતોમાં ઉમેદવારનું ખાતું ખુલી ગયું છે વાંસીયા ગ્રામ પંચાયતમાં સરપંચ માટે રાહુલ શાંતિલાલ સંગાડા ઉમેદવારી નોંધાવી જ્યારે પાંચ વોર્ડ સભ્યોના ફોર્મ પણ ભરાયા હતા ડુંગરા ગ્રામ પંચાયત સરપંચ માટે કામોળ વિનોદ વીરસિંહ અને કામોલ કાંતા વિનોદ દ્વારા ઉમેદવારી નોંધવામાં આવી હતી.ને સાથે જ 16 વોર્ડ સભ્યોના ફોર્મ ભરાયા હતા ભાણપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ગ્રેજ્યુએટ યુવા મહિલા કટારા હેતલબેન સુલતાનભાઇ પોતાની યુવા ટીમ સાથે ઉમેદવારી નોંધાવી હતી.
તેમની સાથે કટારા ઘનશ્યામભાઈ મોહનભાઈ અને નિસરતા શાંતાબેન કાનજીભાઈ સભ્યોની ટીમ સાથે ઉમેદવારી નોંધાવતા સંજેલી ની ત્રણ ગ્રામ પંચાયતોમાં 6 સરપંચ 31 વોર્ડ સભ્યોના ફોર્મ ભરીને ચૂંટણી મેદાન પ્રવેશ કર્યો છે..