Monday, 07/07/2025
Dark Mode

દાહોદ:સીસીરોડના પેચવર્કમાં ગેરરીતી બાબતે સ્થાનિકોએ ટકોર કરતા સુપરવાઈઝરએ કર્યું ઉદ્ધતાઈભર્યું વર્તન:સ્થાનિકોએ મચાવ્યો હોબાળો

દાહોદ:સીસીરોડના  પેચવર્કમાં ગેરરીતી બાબતે સ્થાનિકોએ ટકોર કરતા સુપરવાઈઝરએ કર્યું ઉદ્ધતાઈભર્યું વર્તન:સ્થાનિકોએ મચાવ્યો હોબાળો

દાહોદ:સીસીરોડના પેચવર્કમાં ગેરરીતી બાબતે સ્થાનિકોએ ટકોર કરતા સુપરવાઈઝરએ કર્યું ઉદ્ધતાઈભર્યું વર્તન:સ્થાનિકોએ મચાવ્યો હોબાળો    નીલ ડોડીયાર @ દાહોદ 

  દાહોદ તા.01

દાહોદ શહેરના લક્ષ્મીનગર સોસાયટીમાં કેન્દ્ર સરકારની મહત્વકાંશી સ્માર્ટસીટી પરિયોજના અંતર્ગત વિવિધ કામો બાદ ભંગાર થયેલા રોડના પેચવર્ક કરવા આવેલા કન્ટ્રક્શન કંપની દ્વારા તદ્દન હલકી ગુણવતાવાળો પેચ વર્ક કરતા આ મામલે આસપાસના જાગૃત નાગરિકો દ્વારા વિરોધ કરતા કંપનીના સુપરવાઈઝર દ્વારા સ્થાનિક મહિલાઓ  તેમજ નાગરિકો જોડે બિભસ્ત વર્તન કરી ગાળાગાળી કરતા ભેગા થયેલા સ્થાનિક લોકોએ ભારે હોબાળો મચાવતા સુપરવાઈઝર સહીતના મજૂરો કામ છોડી ઉભી પૂંછડિયે ભાગતા કંપનીના અન્ય સુપરવાઈઝર દ્વારા સ્થળ પર દોડી આવી જાહેરમાં માફી માંગી અને આવતીકાલે વ્યવસ્થિત કામ કરી આપવાની ખાત્રી આપી હતી જોકે સ્થાનિક લોકો દ્વારા આ મામલે નગરપાલિકા તેમજ કલેક્ટરશ્રીને ઉપરોક્ત બાબતે લેખિતમાં અરજી આપ્યાનું જાણવા મળેલ છે.

દાહોદ શહેરમાં હાલ કેન્દ્ર સરકારની મહત્વ કાંશી સ્માર્ટ સીટી યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની સીવેજ લાઈન, ભૂગર્ભ, ગટર,ડિવાઈડર, તેમજ સીસીરોડ સહિતના કામો ચાલી રહ્યા છે.તેવામાં શહેરના રળિયાતી નજીક આવેલા લક્ષ્મીનગર ખાતે કન્ટ્રક્શન કંપનીના સુપરવાઈઝર તેમજ લેબરો સીસીરોડમાં પેચવર્ક આડેધડ તેમજ બિલકુલ હલકી કક્ષાનું મટીરીયલ સહીત કામગીરી કરી રહ્યા હતા.તે સમયે લક્ષ્મીનગરના રહીશ ચિરાગ સોની સહીત આસપાસના જાગૃત લોકો તેમજ મહિલાઓએ સુપરવાઈઝરને કામ બાબતે ટકોર કરતા ઉશ્કેરાયેલા સુપરવાઈઝરે એકદમ હલકીભાષાનો પ્રયોગ કરી મહિલાઓ સમક્ષ ગાળો ભાંડતા વિફરેલા સ્થાનિકોએ હોબાળો મચાવતાં સુપરવાઈઝર સહીતના કામદારો કામ છોડી ઉભી પૂંછડિયે ભાગ્યા હતા.ત્યારબાદ આ બાબતે લક્ષ્મીનગરના ચિરાગ સોનીએ હેલ્પરને રોકી પૂછપરછ કરતા આ પેચવર્કનું કામ “જયંતિ સુપર કન્ટ્રક્શન” કંપની કરતી હોવાનું બહાર આવતા ચિરાગ સોનીએ અન્ય સુપરવાઈઝરને સ્થળ પર બોલાવતા સુપરવાઈઝર પણ કામને દેખી ચોકી ઉઠ્યા હતા. અને સમગ્ર મામલે સ્થાનિકો જોડે વાત કરી જાહેરમાં માફી માંગી અને આખુ કામ આવતીકાલે વ્યવસ્થિત રીતે કરાવવાની બાંહેધરી આપી હતી. જોકે સ્થાનિકોએ જયંતિ સુપર કન્ટ્રક્શન દ્વારા લક્ષ્મીનગર સિવાય અન્ય વિસ્તારોમાં કરેલ કામ અંગે ઝીણવટભરી તપાસ કરવા સબબ જિલ્લા સમાહર્તાશ્રીને લેખિતમાં અરજી કરી હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત કંપની દ્વારા લક્ષ્મીનગરમાં હલકી ગુણવત્તાવાળું કામ કરતા આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા વિરોધ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે ત્યારે આ કંપની ને નવું રોડ બનાવવવાનું કે ફક્ત પેચવર્ક માટે ટેન્ડર મળ્યું હતું તે પણ તપાસનો વિષય છે.જોકે  ઉપરોક્ત કંપનીએ શહેરના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ પૂર્ણ કરેલ કામો તેમજ ચાલી રહેલા કામોની નિષ્પક્ષ તેમજ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટો ભોપાળું બહાર આવે તેમ છે.

error: Content is protected !!