
#DahodLive#
અકસ્માત બાદ આચાર્ય સુનિલ સાગરજી મહારાજ સહિત 108 મુનિશ્રીએ અન્નજળનો ત્યાગ કર્યો..
દાહોદના કંબોઈ નજીક હિટ એન્ડ રન કેસમાં જૈન સાધ્વી તેમજ શ્રાવકનું મોત:પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો..
130 પોલીસ કર્મીઓની ટીમે 100 CCTV કેમેરા ફંફોસી ગણતરીના કલાકોમાં ઝડપ્યો..
સાધ્વીના અંતિમ સંસ્કાર દાહોદમાં જ્યારે શ્રાવકના અંતિમ સંસ્કાર સુરતના ચીખલીમાં કરાયા
દાહોદ તા.13
દાહોદમાં પંચકલ્યાણ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્ર્મને અનુલક્ષીને આચાર્યશ્રી સુનિલ સાગરજીના સાંનિધ્યમાં 108 જૈન મુનિ ભગવંતોના નગર પ્રવેશ ટાણે લીમખેડાના કંબોઈ નજીક સવારે અજાણ્યા વાહને જૈન મુનિશ્રી આરીકા શ્રુતમતિજી માતાજી તેમજ તેમના શ્રાવક મનોજભાઈ શાહ ને જોશભેર ટકકર મારતા સર્જાયેલા ગમખવાર માર્ગ અકસ્માતમાં જૈન મુનિશ્રી શ્રુતમતિ માતાજી તેમજ શ્રાવક મનોજભાઈ શાહનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજતા સમગ્ર જૈન સમાજમાં લાગણી ફેલાઈ છે. જોકે અકસ્માત બાદ વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ જતા આચાર્ય સહિત જૈન સંઘમાં મારે આક્રોસ ફેલાયો છે.અને આ મામલે જયાં સુધી અકસ્માત સર્જનાર વાહન ચાલક પકડાઈ ન જાય ત્યાં સુધી આચાર્ય સુનિલસાગરજી મહારાજ સહિત 108 સંઘના મુનિશ્રી મહંતોએ અન્ન જળનો ત્યાગ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતોં. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં પીકપ ગાડીને પીપલોદથી તેમજ ચાલકને દાહોદ કસ્બાના જુના વણકરવાસમાંથી ઝડપી પાડ્યો છે.
*Sp સહિત 120 પોલીસ કર્મીઓ,અધિકારીઓ તપાસમાં જોડાયા.*
આ ઘટના બાદ પોલીસ સામે આક્રોશ વધતા મામલો ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચ્યો છે.જે બાદ ગૃહ મંત્રીના સીધા લાઇઝનિંગમાં દાહોદ SP તેમજ દાહોદ – લીમખેડા ડીવિઝનના DYSP ,LCB,SOG સહીતની 130 જેટલા પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ છે.અને અકસ્માત સર્જનાર વાહન ચાલકને ઝડપી પાડવા માટે ટોલનાકા સહિત આસપાસના હાઇવે ઉપર 130 જેટલા સીસીટીવી કેમેરાની ફૂટેજના આધારે પોલીસ તપાસ કરી હતી
*અકસ્માત બાદ ભાગેલો વાહનચાલક કઈ રીતે પકડાયો.
દાહોદના કસ્બા વણકરવાસનો જાવેદ ઉર્ફે રાજા અસલમ શેખ Gj -20-V-8655 નંબરની ગાડી લઈ બે દીવસ પૂર્વે કચ્છના માંડવી દાડમ ભરવા ગયો હતો. ત્યાંથી પરત આવતા કંબોઈ નજીક જૈન સાધ્વી તેમજ શ્રાવકને ટકકર મારી ભાગી ગયો હતો. જોકે ઘટના સ્થળે બોનેટનો બમ્પર પડી જતા ચાલકે દાહોદ આવી નવો બમ્પર નખાવી ગાડી તેના ભાઇને આપી ઘરે જઈ સૂઈ ગયો હતો. ત્યારબાદ તેનો ભાઇ પિકઅપ ગાડીમાં ચકલીયા રોડ પર સમાન ભરી બારીયા જતો રહ્યો હતો ત્યારબાદ પરત આવતા પીપલોદથી પકડાઈ હતી..
*પોલીસે કેમેરામાં પિકપ ગાડીના જુના બમ્પરના હોલના આધારે ગુનાનો ભેદ ઉકેલ્યો..*
પોલીસે નેત્રમ કેમેરામાં લાગેલા પોપપ સોફ્ટવેરમાં ગાડીનો નંબર નાખી ચેક કરતા આ ગાડી દાહોદના કોઇપણ કેમેરામાંથી નીકળે તો આ સોફ્ટવેરના આધારે પકડાઈ જાય તે માટે સિસ્ટમમાં નંબર નાખ્યો હતો. જેમાં 12:30 વાગ્યે ચકલીયા રોડના કેમેરામાં ગાડી કેચપ થઈ હતી અને ત્યારબાદ પોલીસે આજના અને બે દિવસ જુના ફૂટેજ ચેક કરતા આજે નવો બમ્પર જોવા મળ્યો હતો. જ્યારે બે દિવસ જુના ફૂટેજમાં કાણાવાળો બમ્પર જોવા મળ્યો હતો. જે બમ્પર ઘટના સ્થળેથી પોલીસને મળી આવ્યો હતો. એટલે પોલીસે બમ્પરના હોલ પરથી ગાડી અને ગુના નો ભેદ ડિટેક્ટ કર્યો હતો.
*સાધ્વીના અંતિમ સંસ્કાર દાહોદમાં જ્યારે શ્રાવકના અંતિમ સંસ્કાર સુરતના ચીખલીમાં કરાયા..*
વહેલી સવારે થયેલા અકસ્માત બાદ મરણ પામેલા મુનિશ્રી શ્રુતમતી માતાજીના અંતિમ સંસ્કાર દાહોદના છાપરી પાસે આવેલા ફાર્મ હાઉસના પરિસરમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે. જ્યારે મરણ પામેલા શ્રાવક મનોજ શાહના મૃતદેહ ને તેમના માદરે વતન સુરતના ચીખલી ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા..
*આચાર્ય સુનિલ સાગરજી મહારાજ સહિત 108 મુનીશ્રી મહંતોએ અન્ય જળ ગ્રહણ ન કર્યો..*
અકસ્માત સર્જનાર વાહન ચાલક ના પકડાય ત્યાં સુધી આચાર્યશ્રી સુનિલ સાગરજી મહારાજ સહિત સમગ્ર સંઘના મુનિ ભગવંતોએ અન્નજળનો ત્યાગ કર્યો હતો. આચાર્યશ્રીએ ગઈકાલે 11 વાગે આહાર લીધો હતો. જોકે સાંજે 04:00 વાગ્યા પહેલા પોલીસે આરોપી તેમજ પીકપ ગાડીને પકડી લીધી હતી. અને આચાર્ય સુનીલસાગરજી મહારાજ તેમજ 108 સાધુ સંતોને અન્ય જળ ગ્રહણ કરવા વિનંતી કરી હતી પરંતુ હવે આવતીકાલે 11:00 વાગે આચાર્યશ્રી તેમજ અન્ય સાધુ સંતો આહાર ગ્રહણ કરશે.