Wednesday, 05/02/2025
Dark Mode

સિંગવડ નગર ખાતે રાત્રીના સમયે ઘરના ઉપરના પાછળના ભાગે બે રૂમમાંથી સવા લાખની ચોરી:તસ્કરો ફરાર 

January 6, 2025
        1156
સિંગવડ નગર ખાતે રાત્રીના સમયે ઘરના ઉપરના પાછળના ભાગે બે રૂમમાંથી સવા લાખની ચોરી:તસ્કરો ફરાર 

સિંગવડ નગર ખાતે રાત્રીના સમયે ઘરના ઉપરના પાછળના ભાગે બે રૂમમાંથી સવા લાખની ચોરી:તસ્કરો ફરાર 

દાહોદ તા .05

    સિંગવડ નગર ખાતે રાત્રીના સમયે ઘરના ઉપરના પાછળના ભાગે બે રૂમમાંથી સવા લાખની ચોરી:તસ્કરો ફરાર  સિંગવડ નગરમાં બજારની વચ્ચે રહેતા વિપુલ કુમાર ચીમનલાલ શાહ ના ઘરના પાછળના ભાગેથી 4.1. 2025 ના રોજ રાત્રિના આશરે દોઢ વાગ્યે ચોર ઘરના ઉપર ચડી ગઈ ત્યાં પાછળ મુકેલા કેમેરાને તોડીને તેને એક સાઇડ પર મૂકીને ત્યાર પછી ચોરો દ્વારા ત્રણ ફાટક વાળી બારી હતી તેમાંથી એક બારી તોડીને તેમાં લગાડેલી લોખંડની બારીને તોડીને બહાર મૂકી દીધી હતી ત્યાર પછી રૂમમાં પ્રવેશીને રૂમમાં મૂકેલી તિજોરી ને તોડીને લોકર ના ભાગને તોડી એમાં મૂકેલી સોનાની સાડા ત્રણ તોલા ની ચેન જેની કિંમત ₹35,000 ચાંદીની જુની પાયલ નવ જોડ 900 ગ્રામ વજન જેની આશરે રૂપિયા 30,000 તથા સોનાની બે જોડ બંગડી નંગ ચાર 50 ગ્રામ વજન એની આશરે કિંમત 50,000 કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી જોડ ચાર નંગ 8 જે 10 ગ્રામની જેની આશરે કિંમત 10000 મળી કુલ રૂપિયા 1,25,000 ની ચોરી કરી અને ચોર દ્વારા તિજોરી નું નુકસાન પહોંચાડ્યું હતું જ્યારે તિજોરીના લોકર તોડીને પણ અલગ કરી દેવામાં આવ્યા હતા. ચોર દ્વારા નીચેના ભાગમાં નિસરણી ઉતરીને આવવા પ્રયત્ન કરતા દરવાજો બંધ મળતા તે વધુ ચોરી કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા હતા જ્યારે ઘરના નીચેના ભાગમાં ઘરના લોકો ઊંઘ્યા હતા પરંતુ ચોરો દ્વારા બહુ સતર્કતાથી તોડા તોડી કરીને જરા પણ અવાજ કર્યા વગર આ અંજામ પહોંચાડવામાં આવ્યું હતું જ્યારે આની જાણ વિપુલકુમાર શાહ દ્વારા રણધીપુર પોલીસને કરતા રણધીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ એન કે ચૌધરી તથા બીટ જમાદાર દક્ષાબેન કલ્પેશભાઈ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ કરી હતી ત્યાર પછી લીમખેડા ડીવાયએસપીને જાણ થતા ડીવાયએસપી વ્યાસ સાહેબ રણધીપુર પોલીસ સ્ટેશનને પહોંચી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી જ્યારે રણધીપુર પોલીસ દ્વારા ડોગ સ્કોર તથા એફ.એસ.એલ.ની મદદ લઈને ચોરોને પકડવાના ચક્રો હાથ ધર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!