સિંગવડ તાલુકાના પીસોઈ ગામે ઓબીસી સમાજ દ્વારા ક્રિકેટ લીગ ટુર્નામેન્ટ યોજાઈ..
સીંગવડ તા. ૨૬
સિંગવડ તાલુકાના જી એલ શેઠ હાઈસ્કૂલની પાછળના પીસોઈ ગામના ગ્રાઉન્ડમાં ઓબીસી સમાજ સિંગવડ તાલુકાના આગેવાનો દ્વારા ક્રિકેટ લિંગ ટુર્નામેન્ટ યોજવામાં આવી જેમાં 25 12 2024 ના રોજથી આ ટુર્નામેન્ટ મેચ નું રમવાનું ચાલુ કરવામાં આવ્યો હતો જેનું ઉદ્ઘાટન સિંગવડના નગરશેઠ પંકજભાઈ શાહ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ એન ડી પટેલ દેગાવાડા ગામના સરપંચ તથા પરિવાર શોરૂમના માલિક દીપસિંગભાઈ પીસોઈ સરપંચ મુકેશભાઈ ડો. પ્રિતેશ પટેલ પીસોઈ ગામના વકીલ રાજેશભાઈ કાંતિભાઈ સેલોત તથા ઓબીસી સમાજના કાર્યકરો તથા ક્રિકેટ ટીમના ઓર્ગેનાઇઝરો દ્વારા ક્રિકેટ ટીમની પીચ પર જઈને નારિયેળ વધેરી ને ટોસ ઉછાળીને ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જ્યારે ઓબીસી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લઈને રમવાના હોય એને જીતનાર ટીમને ટ્રોફી પણ આપવાની હોય તેમ જણાવ્યું હતું