રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના નક્લી NA પ્રકરણમાં 4 નિવૃત સરકારી બાબૂઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા..
દાહોદ તા. ૧૭
બહુચર્ચિત નકલી NA કૌભાંડમાં પકડાયેલાં ચાર સરકારી અમલદારોની ધરપકડ બાદ આજરોજ તેઓના છ દિવસના રિમાન્ડ પુર્ણ થતા ચારેય નિવૃત સરકારી અમલદારોને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ઉપરોક્ત ચારેય ને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનું આદેશ કરતા તેઓને ડોકી ખાતે આવેલી સબજેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.
સમગ્ર ગુજરાત ભર માં ચકચાર મચાવનાર દાહોદના જમીન કૌભાંડમાં તાલુકા પંચાયત દ્વારા થયેલા 112 જેટલા બોગસ હુકમો પૈકી 40 કરતા પણ વધુ હુકમોમાં સંડોવાયેલા હોવાનું મનાતા ડી.કે.સંગાડા તથા બિનખેતી અને હેતુફેરમાં સંડોવાયેલા મનાતા બી એસ અમલીયાર એમ કે તાવીયાડ અને સી એમ બારીયાની દાહોદ પોલીસે સાત દિવસ અગાઉ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ઉપરોક્ત ચારેય નિવૃત્ત સરકારી અમલદારોના કોર્ટ દ્વારા છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. અત્રે ઉલ્લેખની છે કે ઉપરોક્ત પકડાયેલા ચારેય સરકારી બાબુઓની રિમાન્ડ દરમિયાન પોલીસે આકરી પૂછપરછ કરી હતી. શંકાસ્પદ સર્વે નંબરોમાં તેઓની ભૂમિકા અને કોની કોની સંડોવણી દ્વારા કેવી રીતે સમગ્ર જમીન કૌભાંડ આચારવામાં આવ્યું હતું તે અંગેની રજેરજ ની માહિતી પોલીસે એકત્રિત કરી હતી. આજરોજ ઉપરોક્ત ચારેયના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે ઉપરોક્ત ચારેય ને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરતા તેઓને ડોકી ખાતે આવેલી સબજેલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા.