*દાહોદ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગરબાડા તાલુકાની નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ઝળકી*
દાહોદ તા. ૧૬
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ તથા જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન સનરાઈઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે યોજવામાં આવ્યું હતું.
જેમાં અધ્યક્ષ *માનનીય કેબિનેટ મંત્રી શ્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ ડોક્ટર કુબેરભાઈ ડીંડોર સાહેબ* હાજર રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
જેમાં નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ના ગણિત-વિજ્ઞાન શિક્ષક શ્રી *મોહમ્મદ સિદ્ધિક યુસુફભાઈ અને પટેલ તેજસકુમાર મહેશભાઈ વિભાગ ૨ અને વિભાગ-૪ માં પોતાના બાળકો સાથે ભવિષ્ય માટે ટેકનોલોજીમાં કેવી રીતના લડી શકાય તેના માટેની કૃતિ રજૂ કરી હતી* અને અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કેવી રીતના કરી શકાય તેના માટે બાળકોએ રજૂઆત કરી હતી જેમાં *વિભાગ 2 અને વિભાગ-4 માં પ્રથમ ક્રમ મેળવી* ગરબાડા તાલુકાનું અને નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાનું નામ રોશન કર્યું હતું. તે બદલ ગરબાડા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી રામેશ્વર ગડરીયા સાહેબ, બીઆરસી કો.ઓ.પ્રિયકાન્ત ગુપ્તા સાહેબ, સી.આર.સી બીઆર રાઠોડ સાહેબ, ગરબાડા પગાર કેન્દ્ર શાળા પરિવાર તેમજ સમગ્ર શિક્ષણ જગત તરફથી તેમને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઝોન કક્ષાએ પણ ગરબાડા તાલુકા અને દાહોદ જિલ્લાનું નેતૃત્વ નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા કરશે ત્યારે *ઝોન કક્ષાએ પણ શાળાનું નામ રોશન કરે તે બદલ તેમને શુભેચ્છા પાઠવી હતી.*