લીમખેડામાં લોક દરબાર:ટ્રાફિક સમસ્યા, ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગ, આઉટપોસ્ટ બિલ્ડીંગ સહિતના પ્રશ્નોની નાયબ પોલીસ અધિક્ષક સમક્ષ રજુઆત કરાઈ

Editor Dahod Live
1 Min Read

લીમખેડામાં લોક દરબાર:ટ્રાફિક સમસ્યા, ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગ, આઉટપોસ્ટ બિલ્ડીંગ સહિતના પ્રશ્નોની નાયબ પોલીસ અધિક્ષક સમક્ષ રજુઆત કરાઈ

લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઈન્સ્પેક્શન દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.વ્યાસના અધ્યક્ષ સ્થાને બી.આર.સી. ભવન ખાતે દરબાર યોજવામાં આવ્યો હતો.

દાહોદ તા. ૧૨ 

દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસ સ્ટેશનના વાર્ષિક ઈન્સ્પેક્શન અંતર્ગત લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષક એમ.બી.વ્યાસના અધ્યક્ષ સ્થાને બી.આર.સી. ભવન ખાતે એક લોક દરબાર કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું, આ લોક દરબારમાં લીમખેડા નગરના ગ્રામજનો, વેપારીઓ, સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોક દરબારમા ઉપસ્થિત લોકોએ પોલીસની કામગીરી અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતા. આ લોકદરબાર દરમિયાન ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા, બસ સ્ટેશન થી શાસ્ત્રી ચોક સુધી સ્ટ્રીટ લાઈટની લગાવવાની રજુઆત, ઘોડેસ્વાર પેટ્રોલિંગની રજુઆત તેમજ અન્ય પોલીસના પોઇન્ટને લગતા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યાં હતા અને તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નનો સોલ્યુશન યોગ્ય રીતે આવે જે અનન્વયે અન્ય ડિપાર્ટમેન્ટ સાથે કોર્ડીનેટ કરી કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી ખાતરી લીમખેડાના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવી હતી..

Share This Article