ગરબાડા તાલુકાના પાટાડુંગરી તળાવમાં 45 વર્ષે યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના પાટાડુંગરી તળાવમાં 45 વર્ષે યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું. 

પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને તળાવમાંથી બહાર કાઢી પોસ્ટ મટન અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો.

ગરબાડા તા. ૧૦

ગરબાડા તાલુકાના પાટાડુંગરી તળાવમાં 45 વર્ષીય આધેડનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના સાહડા ગામના 45 વર્ષીય બરસિંગભાઈ કાલુભાઈ ગણાવા ગત તારીખ 9 ઓક્ટોબર ના રોજ સવારના સમયે પોતાના ઢોર ચડાવવા માટે લઈ ગયા હતા પરંતુ તેઓ સાંજે ન મળતા તેઓની શોધખોળ કરાઈ હતી પરંતુ તેઓ મળી આવ્યા ન હતા આજે તેમનો મૃતદેહ પાટાડુંગરી તળાવમાંથી મળી આવતા તેઓના પરિવારમાં ગમ ગમી છવાઈ ગઈ હતી. અકસ્માતની જાણ ગરબાડા પોલીસને કરાતા ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત દેહને તળાવમાંથી બહાર કાઢી. પોસ્ટમોર્ટમ અર્થે ગરબાડા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળને કાર્યવાહી હાથ ધરી છે

Share This Article