રાજેશ વસાવે :- દાહોદ
કૃત્રિમ તળાવમાં 500થી વધુ મૂર્તિઓનું આસ્થાભેર વિસર્જન કરાયું.
દાહોદ શહેર જિલ્લાભરમાં વિઘ્નહર્તા વિદાય ધામધૂમથી યોજાઈ..
દાહોદ તા. 18
દાહોદ શહેર સહીત જિલ્લાભરમાં 10 10 દિવસનો આતિથ્ય માણ્યા બાદ ગતરોજ અનંત ચૌદસના દિવસે ગણેશ વિસર્જન માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી શ્રીજીની પ્રતિમાઓ રાજમાર્ગો પરથી નીકળી હતી. અબીલ ગુલાલ ની છોલો તેમજ ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના ગગન ભેદી નારા વચ્ચે પરંપરાગઢ ઢોલ વાજિંત્રો તેમજ ડીજેના તાલે નાચતા ઝૂમતા શહેરીજનોએ બાપાને ભાવભીની વિદાય આપી હતી.
સવારના 09:00 વાગ્યા થી રાતના બે વાગ્યા સુધી ચાલેલી વિસર્જન પ્રક્રિયા દરમિયાન દાહોદ શહેરમાંથી સવા સો ઉપરાંતની મહાકાય શ્રીજીની પ્રતિમાઓ તેમજ અને નાની મોટી મળી કુલ 500 ઉપરાંત શ્રીજીપી પ્રતિમાઓનું કૃત્રિમ તળાવ ખાતે સંપૂર્ણ આસ્થા અને ભક્તિ ભાવ ભર્યા માહોલમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરના કુત્રિમ તળાવ ખાતે વહીવટી તંત્ર દ્વારા ફાયરના જવાનો સાથે મળી વિસર્જનની પ્રક્રિયામાં જોડાયા હતા. 50 જેટલા સ્થાનિક તરવૈયાઓ બે મોટા તરાપા મહાકાય બે ક્રેનોની મદદ વડે કૃત્રિમ તળાવમાં શ્રીજીની વિવિધ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભાવિ ભક્તોની સુવિધા અર્થે તેમજ વિસર્જન પ્રક્રિયા સુચારું રૂપે ચાલે તે માટે ફાયર બ્રિગેડ નગરપાલિકા પ્રાંત મામલતદાર તેમજ પોલીસની ટીમો દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી. રાત્રિના સમયે મોટાભાગની મૂર્તિઓ વિસર્જન માટે આવતી હોવાથી પણ floodlight વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી.
ગણેશ વિસર્જન ટાણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થતિ જળવાઈ રહે તે માટે એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પોતે વિસર્જન સ્થળે મોરચો સભાળ્યો હતો. બે DYSp, 12 પી આઈ, પી એસ આઈ, trb જવાનો, હોમગાર્ડ સહીત 500 થી વધુ પોલીસ જવાનો ગણેશ વિસર્જન ટાણે ફરજ પર તેનાત કરવામાં આવ્યા હતા. દાહોદ ડિવિઝન ના ડીવાયએસપી જગદીશ ભંડારી તેમજ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ અનિરુદ્ધ કામળિયા સહિતના પોલીસ કર્મીઓ પણ ગણપતિ બાપા મોરિયા ના નાદ સાથે વિસર્જન માટે જતી પ્રતિમાં દોરતા નજરે પડ્યા હતા. વિસર્જન યાત્રાના રૂટ પર રળીયાતી સાંસી સમાજના માણસો વચ્ચે કોઈ કારણોસર ચકમક ઝરતા એસ.પી ડોક્ટર રાજદીપ સિંહ ઝાલા, તેમજ જગદીશ ભંડારીએએ ગણપતિ બાપા મોરિયા ના નારા સાથે રળીયાતી સાંસી સમાજની મૂર્તિની કમાન સભાળી સાંસી સમાજનો ઉત્સાહ વધાર્યો હતો. સાથે સાથે પોલીસ પબ્લિકની સાથે છે તેઓ મેસેજ પણ આપ્યો હતો.આમ ધામધૂમથી ઉજવાય ઉજવાયેલા ગણેશ વિસર્જન ના પર્વ દરમિયાન વહીવટી તંત્રની ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરીને દાહોદ વાસીઓએ બિરદાવી હતી. એટલું જ નહીં શહેરીજનો આનંદ અને ઉત્સાહ વચ્ચે આપવાનું ભાવભીનું વિસર્જન કર્યું હતું.