બાબુ સોલંકી :- સુખસર
*દાહોદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 74 માં જન્મદિનની ઉજવણી કરાઈ*
*વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ માટે ગાયત્રી યજ્ઞ તેમજ યોગનું આયોજન કરવામાં આવ્યું*
સુખસર,તા.17
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ,ગાંધીનગર દ્વારા આપણા લોકલાડીલા અને ગુજરાતના પનોતા પુત્ર,યોગ ને વિશ્વ ફલક પર રજુ કરનાર એવા માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 74 મા જન્મદિનની ઉજવણી નિમિત્તે તેમના દીર્ઘાયુ માટે ગાયત્રી યજ્ઞ તેમજ યોગનુ આયોજન ગોવિંદનગર ગાર્ડન દાહોદ ખાતે આ કાર્યક્રમ માં રાખવામાં આવેલ હતુ.
જેમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ (ગોપીભાઈ) દેસાઈ,પતંજલિ મહામંત્રી રાજકુમાર સહેતાઈ,ગાયત્રી પરિવારમાંથી યોગેશભાઈ દરજી તેમજ જ્યોતિબેન અગ્રવાલ, હાર્ટફુલનેસ માંથી જીતુભાઇ વાઘમારે તેમજ હર્ષાબેન અગ્રવાલ, બ્રાહ્મહાકુમાંરીમાંથી સુભાષભાઈ પંચાલ તથા વિમળાબેન ખંડેલવાલ,આર.એસ.એસ માંથી મોતીભાઈ માવી તથા અજયભાઇ, ધનનિરંકાર માંથી આર. કે કાલરા, ગૌશાળા લક્ષ્મીનારાયણ માંથી ચંદન પ્રકાશભાઈ બચ્ચાની,જય ઝૂલેલાલ માંથી નાનકીબેન રામચંદાની તેમજ અન્ય યોગ સાથે સંકળાયેલ ભગિની સંસ્થાઓ તેમજ તેઓના પ્રતિનિધિઓ તથા જિલ્લા કો-ઓર્ડીનેટર ધુળાભાઈ પારગી,તેમજ તમામ યોગ કોચ,યોગ ટ્રેનર,યોગ સાધક તેમજ યોગ પ્રેમી લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.