બાબુ સોલંકી :- સુખસર
*ભારે વરસાદમાં નુક્શાનગ્રસ્ત થયેલા વિસ્તારનો વહેલી તકે સર્વે કરી તમામને સહાય ચૂકવાશે: ધારાસભ્ય રમેશભાઈ કટારા*
*ધારાસભ્ય, પ્રાંત સહિત ફતેપુરા અને સંજેલી તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.*
*મોટાભાગ અસરગ્રસ્ત પરિવારો ને સહાય ચૂકવાઈ: વહિવટી તંત્ર*
સુખસર,તા.6
ફતેપુરા વિધાનસભા વિસ્તારના ફતેપુર અને સંજેલી તાલુકાના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજાઇ હતી.જેમાં ભારે વરસાદમાં નુકસાન ગ્રસ્ત થયેલ વિસ્તારો ખેતીવાડી,પરિવારોનો વહેલી તકે સર્વે કરી તમામને સહાય ચૂકવવા માટે વહીવટી તંત્રને ધારાસભ્ય રમેશભાઈ કટારાએ તાકીદ કરી હતી.આ મિટિંગમાં પ્રાંત અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ફતેપુરા મામલતદાર કચેરી ખાતે શુક્રવારના રોજ સંકલનની બેઠક યોજાઈ હતી.ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.જેમાં પ્રાંત અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખ ભરત પારગી પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ફતેપુરા અને સંજેલી તાલુકાના વહીવટી તંત્ર ના મામલતદારો, ટીડીઓ,પોલીસ અધિકારી,આરોગ્ય અધિકારી એમજીવીસીએલ ના અઘિકારી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ભારે વરસાદમાં અસરગ્રસ્ત પરિવારો ખેતીવાડીનું નુકસાન,જાહેર રસ્તાઓનું નુકસાન,વીજળીકરણનું નુકસાન,આરોગ્ય વિભાગની કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.તમામ નુકસાની નો સર્વે કરી નવીનીકરણની કામગીરી હાથ ધરાય તેમજ નુકસાન ગ્રસ્ત પરિવારને વહેલી તકે સહાય ચૂકવાય તે બાબતની સૂચના ધારાસભ્ય રમેશભાઈ કટારા એ આપી હતી.
(બોક્ષ)
આવનારા સમયમાં ફતેપુરા અને સંજેલી તાલુકામાં ગરીબ કલ્યાણ મેળા સેવા સેતુ કાર્યક્રમ શરૂ થવાના છે જેમાં વિવિધ વિભાગોમાં લાભાર્થીઓ નો સર્વે તેમ જ વૃદ્ધ સહાય,વિધવા સહાય,બેંક ખાતા,આધાર કાર્ડ અપડેટ જેવી કામગીરી માટેની પણ માહિતી આપવામાં આવી હતી.