Friday, 22/11/2024
Dark Mode

દે.બારીયા:બે માસ બાદ આવતી ચૂંટણીને લઇ રાજકારણમાં ગરમાવો:ભાજપ તેમજ કોંગ્રેસમાંથી આવેલા સભ્યો સહીત કેટલાક કેટલાક સુધરાઈ સભ્યોએ પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવતા ભાજપ માટે કપરા ચઢાણ

દે.બારીયા:બે માસ બાદ આવતી ચૂંટણીને લઇ રાજકારણમાં ગરમાવો:ભાજપ તેમજ કોંગ્રેસમાંથી આવેલા સભ્યો સહીત કેટલાક કેટલાક સુધરાઈ સભ્યોએ પ્રમુખપદ માટે દાવેદારી નોંધાવતા ભાજપ માટે કપરા ચઢાણ

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા

દેવગઢ બારીયા નગરપાલિકાના પ્રમુખની બે માસ પછી આવતી ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો,નગરમાં પ્રમુખની રેસમાં અનેક સભ્યો,પાર્ટી દ્વારા આપવામાં આવેલ વચન પાર્ટી પૂરું પાડશે કે કેમ?પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા સભ્યોને પ્રમુખનો તાજ પહેરાવાશે ?હાલમાં પ્રમુખની રેસમાં રહેલાં ઉપપ્રમુખને પોઝિટિવ આવતા અનેક ચર્ચા, પ્રજાએ જીતાડેલા ઉમેદવારો થી નગર ની પ્રજા નારાજ છે જે પોતાના સ્વાર્થ માટે પક્ષ પલટો કરે છે. અને પ્રજા લક્ષી કામો કરતા નથી.

દે.બારીયા તા.29

દેવગઢ બારીયા નગરપાલિકા પ્રમુખને બે માસ પછી આવનારી ચૂંટણીને લઇને નગરમાં રાજકિય ગરમાવો અત્યારથી જ જોવા મળી રહ્યો છે.નગરપાલિકાના ચૂંટાયેલા સુધરાઈ સભ્યોને રીઝવવા હમણાંથી કાવાદાવા શરૂ થઈ જવા પામ્યા છે.જોકે પ્રમુખની રેસમાં રહેતા ઉપપ્રમુખને પોઝિટિવ આવતા તરેહ તરેહની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા નગરપાલિકાના પ્રમુખની અઢી વર્ષની ટર્મ બે માસ પછી પૂરી થતી હોઈ જેને લઈને નગરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.ત્યારે અગાઉ ગઈ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં નગરજનોએ ભાજપને જાણે જાકારો આપ્યો હોય તેમ અને કેટલાક એવા ઉમેદવારોને ભાજપ પક્ષે ટિકિટ આપી કે જેમને નગરજનોએ જાકારો આપી કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને બહુમતીથી જીતાડી સત્તાનું સુકાન કોંગ્રસમાંથી વિજેતા થયેલ મદીનાબેનને સોંપવામાં આવ્યું હતું.અને ભાજપ વનવાસમાં જતું રહ્યું હતું.ત્યારબાદ બદલાતા સમયમાં કોંગ્રેસમાં અંદરો અંદર જૂથબંધીના લીધે સમીકરણો બદલાતા ભાજપે માઈક્રો પ્લાનિંગ થકી માસ્ટરસ્ટ્રોક મારી ટૂંક જ સમયમાં કોંગ્રેસ પક્ષના ૭ સભ્યોએ પોતાના પાળામાં કરી લેતા દે.બારીયા નગરપાલિકામાં હડકંપ મચી જવા પામેલ અને આ સાત સભ્યો સહિત ભાજપના સભ્યો એક થઈ પાલિકા પ્રમુખ મદીનાબેન સામે અવિશ્વાસની દરખાસ્ત લાવતા તે અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા કોંગ્રેસના હાથમાંથી સુકાન છીનવી લઈ કોંગ્રેસ પક્ષમાંથી વિજયી થઈ  ભાજપમાં આવેલ ફારુક જેથરાને ભા.જ.પા એ સુકાન સોંપ્યું હતું. જ્યારે આ અઢી વર્ષની ટર્મ પણ એમને એમ પૂરી થઈ નગરમાં વિકાસના કોઈ ખાસ કામ પૂર્ણ  ભારે નિરાશા જોવા મળી રહી છે. ત્યારે આવાનર અઢી વર્ષની ટર્મ માટેના પ્રમુખની ચુંટણીમાં સામાન્ય મહિલા સીટ હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે મહિલા ઉમેદવારોમાં પ્રમુખ બનવા માટેની રેસ લાગી છે. ત્યારે આ રેસમાં માજી પ્રમુખ સહિત હાલના ઉપપ્રમુખ સહિત અન્ય બે મહિલા સભ્યો પણ આ પ્રમુખની રેસમાં છે. ત્યારે પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે નવા ચહેરાને પ્રમુખ તેમજ કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રમુખ બનવાની શર્તે આવેલા મહિલા સભ્યને પ્રમુખ બનાવાશે ? જેવા અનેક સવાલો વચ્ચે પાર્ટી નિર્ણય લે ? ના લે પણ હાલમાં સત્તા હાસિલ કરવા અત્યાર થી નગરમાં રાજકીય દાવપેચ ચાલુ થઈ ગયા છે. ત્યારે સભ્યોને રીઝવવા કેટલાક સભ્યોને બહાર ફરવા તો કેટલાક સભ્યોને લોભામણી લાલચ પણ આપાય રહી હોય તેમ અનેક પેત્રા રચી સભ્યોને પોતાની તરફ ખેચી રહ્યા હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. ત્યારે આ ખેંચતાણમાં પ્રમુખની રેસમાં રહેલા મહિલા ઉપપ્રમુખ દક્ષાબેન નાથાણીને કોરોના પોઝિટિવ આવતા નગરમાં સોશ્યલ મીડિયા થી લઈ ઓટલા પરીસદમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આવનાર દિવસોમાં બીજેપી મોવડી નગરપાલિકા પ્રમુખની  પસંદગીનો કળશ કોના પર ઢોળાશે તે જોવું રહ્યું ?

error: Content is protected !!