રાજેશ વસાવે :- દાહોદ
*ભારે વરસાદની પરિસ્થિતિને પગલે દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ પાટાડુંગરી ડેમની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી*
દાહોદ તા. ૨૭
ભારે વરસાદની પરિસ્થિતિને પગલે આજે દાહોદ જિલ્લાના પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલ પાટાડુંગરી ડેમની મુલાકાત કરી સ્થિતિની સૂક્ષ્મ સમીક્ષા કરી હતી. ઉપરવાસમાં પડેલા વરસાદ સહિતની ડેમમાં થઈ રહેલી પાણીની આવક અને પાણીના જથ્થા સહિતની વિગતોની વિસ્તૃત માહિતી મેળવતા પ્રભારી સચિવશ્રીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ગહન વિચાર વિમર્શ કર્યો હતો. ભારે વરસાદની સ્થિતિમાં પાટાડુંગરી ડેમમાં પાણીની આવકમાં થનારા સંભવિત વધારા અને તેના પરિણામે જો કોઈ સ્થિતિ ઊભી થાય તો સંભવિત રીતે અસરગ્રસ્ત થઈ શકે તેવા વિસ્તારોના લોકો માટેના આયોજન અને પૂર્વતૈયારીઓ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી હતી.
આ મુલાકાતમાં પ્રભારી સચિવશ્રીએ જરૂરી સૂચનો આપતા જણાવ્યું હતું કે, ઝીરો કેઝ્યુઆલિટી અને માલ મિલકતના લઘુત્તમ નુકસાનના અભિગમ સાથે કામગીરી કરવાની થાય છે. તેમણે પાટાડુંગરી ડેમમાં આવેલા વરસાદી પાણી અંગેની જાણકારી મેળવી હતી.
જિલ્લા પ્રભારીશ્રીની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ,સહિત વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦