ઝાલોદ નજીક ડુંગરી ગામે કોતરમાં વિદેશી દારૂના કટીંગ સમયે પોલીસ ત્રાટકી,14 લાખનો દારૂ ઝડપાયો..
દાહોદ તા.૨૩
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ડુંગરી ગામેથી પોલીસે એક અવાવરૂ ખેતરમાં બનેલ કોતરમાં વિદેશી દારૂની કટીંગ થતી હોવાની મળેલ બાતમીના આધારે ઓચિંતી તપાસ હાથ ધરતાં ખેતરમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.૧૪,૭૩,૩૬૦નો પ્રોહી જથ્થો કબજે કર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિઓને અટકાવવા, જુગારની પ્રવૃતિઓને અટકાવવા, નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા તેમજ અસામાજીક તત્વોને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠવ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે ગત તા.૨૩મી ઓગષ્ટના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે ઝાલોદના ડુંગરી ગામે ગેંગદીયા ફળિયામાં એક અવાવરૂં ખેતરમાં ઓચિંતી તપાસ હાથ ધરતાં ખેતરમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૧૦,૧૫૨ જેની કુલ કિંમત રૂા.૧૪,૭૩,૩૬૦નો પ્રોહી જથ્થો કબજે કર્યાે હતો. પોલીસે આસપાસ તપાસ કરતાં કોઈ ઈસમ મળી આવ્યો ન હતો. આ સંબંધે લીમડી પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.