બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં 78 માં સ્વતંત્ર પર્વની શાનદાર ઉજવણી કરાઈ*
*સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રમત ગમત સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ, દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર બાળકોનુ સન્માન કરાયું*
સુખસર,તા્14
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવે જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં વડીલો, યુવાનો,માતાઓ,ભાઈઓ-બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.પ્રમુખ તરીકેનું સ્થાન બહારગામ મજૂરી કરી અને બાળકોને અભ્યાસ કરાવતા શાંતુભાઇ પારગીની દીકરી સુમિત્રાબેનને આપવામાં આવ્યું હતું. તેઓએ એમ.એ નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હાલ એલ.એલ.બી નો અભ્યાસ ચાલુ છે.તેમણે ઉપસ્થિત સૌને પોતાના દીકરા દીકરીઓને શિક્ષણ આપવા માટે હાકલ કરી હતી.અને શિક્ષણ વગર ઉદ્ધાર નથી એવી માહિતી આપી હતી.તથા બાળકોએ જુદા-જુદા વિષયો ઉપર પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.ત્યારબાદ વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું.
જેમાં પરિપત્ર મુજબના મુદ્દાઓની સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરવામાં આવી હતી.જેમાં સરકારની શિક્ષણ માટેની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.તથા એન.એમ.એમ.એસ જ્ઞાનસેતુ,જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓ થી બાળકોને મળતા લાભની માહિતી વાલીઓને આપવામાં આવી હતી.તથા શાળાએ કરેલ કામગીરીમાં પ્રવેશોત્સવ અંદાજિત 50 હજાર રૂપિયા ગામ લોકોના સહકારથી ઉજવવામાં આવ્યો હતો.રમતોત્સવમાં બાળકોએ તાલુકા લેવલની સ્પર્ધામાં 600 મીટર દોડ,ગોળાફેદ,ઊંચી કુદ,કુમાર કન્યા લાંબી કુદ જે સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન અને 200 મીટર દોડ,400 મીટર દોડ, ચક્રફેક,ખોખો જેવી સ્પર્ધાઓમાં બીજું સ્થાન પ્રાપ્ત કરેલ છે.જેને ઉપસ્થિત ગામ લોકોએ ખૂબ ઉત્સાહ સાથે વધાવી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્યાર પછી નશા મુક્તિ માટે ઉપસ્થિત સૌ વાલીઓએ તેમનામાં રહેલ વ્યસન છોડી અને વ્યસન ફેસન રૂપી માનસિક ગુલામ માંથી સાચા અર્થમાં આઝાદી મેળવી ત્યારબાદ તેજસ્વી વિદ્યાર્થીઓનું ગામ લોકો દ્વારા બેગો આપી સન્માન કરવામાં આવ્યા હતુ.તથા નાની ઢઢેલી ક્લસ્ટરમાં પ્રતિભાશાળી શિક્ષક તરીકે શ્રીમતી ટીનાબેન પટેલની પસંદગી તથા ગ્રામજનો એસ.એમ.સી સભ્યો અને શાળા પરિવાર દ્વારા પ્રતિભાશાળી શિક્ષકનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.