ઝાલોદના જુનાટાંડી ગામેથી ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલી યુવતીની લાશ માછલનાળા ડેમમાંથી મળી આવતા ચકચાર.
દાહોદ તા .03
ઝાલોદ તાલુકાના જુના ટાંડી ગામે માછલનાળા ડેમ નજીકથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલી યુવતીનું મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.જોકે આ યુપીએ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે અંગે રહસ્ય સર્જાતા હાલ લીમડી પોલીસને જાણ કરતા લીમડી પોલીસે ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી છે.
ઝાલોદ તાલુકાના જુના ટાંડી ગામની યુવતી ત્રણ દિવસ અગાઉ એટલે કે 31 જુલાઈના દિવસે અગમ્ય કારણોસર ઘરેથી ગુમ થઈ ગઈ હતી. જે બાદ તેના પરિવારજનો દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તેનો તેનો કોઈ અતોપતો લાગ્યો નહોતો. દરમિયાન આજરોજ માછલનાળા ડેમમાંથી આ યુવતીની લાશ જોવા મળતા ગ્રામજનો શહીદ પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે આ મરણજનાર યુવતીએ આત્મહત્યા કરી છે કે કોઈકે આ યુવતીને મારીને ડેમમાં ફેંકી દીધી છે. તે અંગે રહસ્ય સર્જાતા બનાવની જાણ લીમડી પોલીસને કરવામાં આવતા લીમડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મરણજનાર યુવતીના મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.