પીપલોદમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં જ્યાં પાણી ભરેલા ખાબોચિયાની ભરમાર:રોગચાળો ફાટવાનો ભય
દાહોદ તા.02
પીપલોદ વિસ્તારમાં વરસાદી માહોલ જામતા ઘણી કરી જગ્યાઓ પર ખાડા ખાબોચિયા ભરાઈ જતા અને માખી થતા મચ્છર થી પીપલોદ માં રહેતા રહીશો અને અને રોજબરોજ અવર જવર કરતા લોકોને માખી મચ્છર થી હેરાન પરેસાન હતા તે બાબતે સ્થાનિક પંચાયત તલાટી એ ચોમાસા લગતી આગોતરા ચોમાસામાં પડતી અગવડતા માટેની કોઈપણ સુવિધા પર કોઈપણ કામ કરવામાં ના આવતા અને બમણો અને ત્રણ ઘણો સફાઈ વેરો ભરવા છતાં પણ આવી ઘણી ખરી સુવિધાઓ થી પીપલોદ ના ગ્રામજનોમાં વંચિત રહેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યારે પીપલોદ સ્થાનિક આરોગ્ય વિભાગે પણ ગંદકી અને ભરેલા પાણીના ખડા ખાબોચિયા અને કાદવ કિચડ તેવી સ્થિતિ ઊભી થતા દવા છાંટવાની કામગીરી ન કરતા સ્થાનિક લોકોમાં નારાજગી થવા પામી છે જ્યારે સરકારી તંત્ર દ્વારા આ સુવિધાનો યોગ્ય ન્યાય મળશે ખરો તેમ પીપલોદ ગામના નાગરિકોમાં સવાલ ઉઠવા પામ્યો છે.