બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં બે મોટર સાયકલો વચ્ચે અકસ્માતમાં એક યુવાનને માથામાં ઈજા
સંતરામપુર તાલુકાના ઢોળી લીમડી ગામનો ઇજાગ્રસ્ત યુવાન ઝાલોદ થી સંતરામપુર તરફ જઈ રહ્યો હતો
અકસ્માત સર્જનાર સગીર કિશોર સ્થળ ઉપર મોટરસાયકલ છોડી ફરાર થયો
સુખસર,તા.26
ફતેપુરા તાલુકામાં દિન પ્રતિદિન નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે. જેમા ખાસ કરીને કેટલાક ટુ વ્હીલર વાહન ચાલકો દારૂનું સેવન કરીને જ્યારે કેટલાક ટુ વ્હીલર વાહન ચાલકો સગીર હોય તેમજ વાહન ચલાવવા ના નીતિ નિયમોની આવ ગણના કરી પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી જતા અકસ્માતો સર્જાઈ રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળે છે.જેમાં વધુ એક બનાવ આજ રોજ સુખસર મારગાળા ક્રોસિંગ સુકી નદી પાસે બે મોટર સાયકલો વચ્ચે અકસ્માત સર્જાતા સંતરામપુર તાલુકાના એક યુવાનને માથામાં ઇજાઓ પહોંચતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ આજરોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામા સંતરામપુર તાલુકાના ડોળી લીમડી ગામનો રણછોડભાઈ બામણીયા નામનો યુવાન ઝાલોદ થી સંતરામપુર તરફ પોતાના કબજાની મોટરસાયકલ ઉપર જઈ રહ્યો હતો.તેવા સમયે સામેથી સગીર કિશોર પોતાના કબજાની ગાડીને પાટ દોડાવી લાવતા રણછોડભાઈ બામણીયાની મોટરસાયકલ સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં રણછોડભાઈ બામણીયાને માથામાં ઇજા પહોંચતાં તાત્કાલિક સુખસર 108 એમ્બ્યુલન્સને જાણ કરાતા એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી.અને ઇજાગ્રસ્તને સુખસર સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં રીફર કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે અકસ્માત સર્જનાર સગીર કિશોર પોતાની મોટરસાયકલ સ્થળ ઉપર છોડી ભાગી છુટ્યો હોવાનું જાણવા મળે છે.