આજરોજ તારીખ 14/07/2024 ને રવિવારના રોજ સવારના 11:00 કલાક આદિવાસી પરિવાર દાહોદ ના ઉપક્રમે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી ની આયોજન બેઠક આદિજાતિ ભવન,તાલુકા પંચાયત દાહોદ ની સામે રાખવામાં આવી.

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

આજરોજ તારીખ 14/07/2024 ને રવિવારના રોજ સવારના 11:00 કલાક આદિવાસી પરિવાર દાહોદ ના ઉપક્રમે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી ની આયોજન બેઠક આદિજાતિ ભવન,તાલુકા પંચાયત દાહોદ ની સામે રાખવામાં આવી.

દાહોદ તા. ૧૪

બેઠકમાં દાહોદ જિલ્લામાંથી              .  દાહોદ,ઝાલોદ,ગરબાડા,ધાનપુર,લીમખેડા,સંજેલી,સંજેલી અને ફતેપુરા તાલુકામાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો.

      બેઠકમાં 9 ઓગસ્ટ ની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ સભા સાથે સાંસ્કૃતિક મહારેલી રૂપે ઉજવણી સાથે UNO ની નક્કી કરેલ થીમ આધારિત ઝાંખીઓ તેમજ આદિવાસી પરંપરા,રીતરિવાજ ,અધિકારો વિષય પર વિવિધ ઝાંખીઓ તૈયાર થાય તે માટેની ચર્ચા કરવામાં આવી ઉપરાંત આ બેઠકમાં 9 ઓગસ્ટના કનવિનર,સહ કંનવિનર અને વિવિધ સમિતિઓના ગઠન બાબતે તેમજ રેલીના રૂટ,સભા સ્થળ વિશેની ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત સ્વયંસેવકોની જરૂરિયાત ,શાસન પ્રશાસન અને અન્ય સમુદાય સાથે તાદાત્મ્ય બાબતે પણ ચર્ચા કરવામાં આવી.

Share This Article