રાજેશ વસાવે :- દાહોદ
જિલ્લા સેવા સદન ખાતે કલેકટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ બેઠક (વાસ્મો )યોજવામાં આવી હતી
દાહોદ તા. ૪
જિલ્લા સેવા સદન છાપરી ખાતે કલેકટરશ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ જિલ્લા જળ અને સ્વચ્છતા યુનિટ બેઠક (વાસ્મો )યોજવામાં આવી હતી.
આ બેઠક અંતર્ગત પાણી પુરવઠા વિભાગ તેમજ વાસ્મો દ્વારા કરવામાં આવતી કામગીરીની સમગ્રતયા સમીક્ષા કરવામાં આવી હતી. નલ સે જલ, જલ જીવન મિશન યોજનાની કામગીરી અંગે વિસ્તાર પૂર્વક તેમજ આંકડાકીય માહિતી પી પી ટી દ્વારા રજૂ કરવામાં આવી હતી.
જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ તેમજ નવીન બોર અને હેન્ડપંપની રજુઆતોના પ્રશ્નો, લોકો તરફથી આવેલ પાણી અંગેના પ્રશ્નોની પણ સમીક્ષા કરવામાં આવી હતી. પાણીની સમસ્યાને નિવારવા માટે કેવા પગલાં લઇ શકાય એ અંગેની ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠક નિમિતે કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા લોકોને થતા પાણી અંગેની સમસ્યાઓના જલ્દી ઉકેલ આવે તે માટેની સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ નિમિતે પાણી પુરવઠા અધિકારી સુશ્રી કલ્પનાબેન રાણા, યુનિટ મેનેજર શ્રી આર.ખારવા, કાર્યપાલક ઈજનેર બાંધકામ, કાર્યપાલક ઈજનેર એમ. જી. વી. સી. એલ. ઉપરાંત અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦