રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ તાલુકા પંચાયતમાં સમાવેશ ખંગેલા ગ્રામ પંચાયતના બે સભ્યોને બે કરતા વધુ બાળક હોવાથી TDO એ ગેરલાયક ઠેરવ્યા.
દાહોદ તા. ૪
દાહોદ તાલુકા પંચાયતમાં સમાવેશ ખંગેલા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને વર્તમાનમાં સરપંચના ચાર્જમાં રહેલા મહિલા સભ્ય તથા અન્ય એક સામાન્ય સભ્ય મળી કુલ બે સભ્યોને બે કરતા વધુ બાળકો હોવાનું સાબિત થતા બંનેને તાલુકા વિકાસ અધિકારીએ તપાસના અંતે ગેરલાયક ઠેરવ્યા છે.જેમા ઇન્ચાર્જ સરપંચ અને વોર્ટ નંબર 9 ના સભ્યોને ગેરલાયક ઠેરવતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ પહોંચી જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ તાલુકાના ખંગેલા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ શ્રીમતી મેડા કાંતાબેન ગેલયાભાઈ કે જેઓ હાલ ઇન્ચાર્જ સરપંચ તરીકે હોદ્દો ભોગવે છે તથા આ જ ખંગેલા પંચાયતના વોર્ડ નંબર 9 ના સભ્ય મેડા તેજીયાભાઈ ગોવર્ધનભાઈ બંને સામે મનુભાઈ વસનાભાઈ મેડાએ અરજી કરી અને બંને લોકો બે કરતાં વધુ ધરાવતા હોવાનું જણાવી અને પુરાવાઓ દાહોદના તાલુકા વિકાસ અધિકારી ચૌધરીને આપતા ઝીણવટ ભરી તપાસ અને પુરાવાઓને આધારે કાંતાબેનને સરકારના પરિપત્ર અનુસાર 2005 પછી પણ બાળક પ્રાપ્ત થયા હોય તેઓ ને ચાર બાળકો હોવાનું જણાઈ આવ્યું હતું તો વોર્ડ નંબર 9 ના સભ્ય મેળા તેજીયાભાઈ ગોવર્ધનભાઈ ને પણ બે કરતાં વધુ બાળકો હોવાનું જણાઈ આવતા વિકાસ અધિકારી ચૌધરીએ આજે બંનેને ગેરલાભ ફેરવતો હુકમ કરતા દાહોદ પંથકના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અત્રે.ઉલ્લેખનીય છે કે ખંગેલા ગ્રામ પંચાયત ભૂતકાળમાં પણ વિવાદોમાં રહી છે અને જે તે સરપંચ સામે સભ્યશ્રીઓએ અવિશ્વાસની દરખાસ્ત કરી અને અન્ય કારણો સાથે તેને સરપંચ પદેથી દૂર કરતા આંતરિક રાજકારણને કારણે અન્ય બે સભ્યોને ભોગ બનવું પડ્યું હોવાનું પણ ચર્ચા રહ્યું છે ત્યારે એ પણ એટલું જરૂરી છે કે 2021 માં થયેલી ચૂંટણી પછી આદિન સુધી આ સભ્યોને બાળકો વધારે હોવાનું કેમ બહાર ના આવ્યું તે પણ તપાસ માંગતો વિષય હોવાનું લાગી રહ્યું છે