ગરબાડાના દેવભરડામાં ટ્રેક્ટર ખુલ્લા કુવામાં ખાબકતા એક યુવાનનું મોત:પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
1 Min Read

વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.14

ગરબાડાના દેવ ભરડામાં ટ્રેક્ટર ખુલ્લા કુવામાં ખાબકતા એક યુવાનનું મોત, કાળા ખુટથી ટ્રેક્ટર લઈને આવી રહેલ યુવાનને પોતાના ફળિયામાં આવતા જ કાળ ભરખી ગયો,ગરબાડાના દેવભરાડા ફળિયામાં  ટ્રેક્ટર ખુલ્લા કુવામાં ખાબકતા એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર ગરબાડા ના માળ મોહનીયા  ફળિયામાં રહેતા વીરસીંગભાઇ મોહણીયાએ ત્રણ વર્ષ અગાઉ આઈસર ટ્રેક્ટર લીધું હતું.જે ટ્રેક્ટર કાળાખૂટ ગામના  તેમના જમાઈ રાજુભાઈ નીનામા અમદાવાદ લઈ ગયા હતા.ત્યારબાદ લોક ડાઉન થતા તેઓ ટ્રેક્ટર પરત કાળા ખૂટ લઈ આવ્યા હતા.તારીખ 13 ના રોજ વીરસીંગભાઇ નો પુત્ર સુરેશ પોતાનું ટ્રેક્ટર લેવા માટે કાળાખૂટ તેની બહેન લીલાબેન ના ત્યાં ગયો હતો.ટ્રેક્ટર લઇ પરત આવતી વેળા દેવ ભરાડા ફળિયામાં આવતા સ્મશાન પાસેના ખુલ્લા કૂવામાં રાત્રીના સાડા સાત વાગ્યાના અરસામાં ટ્રેકટર ખાબકતાં સુરેશભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું.ઘટના સંદર્ભે વિનુભાઈ વરસીંગભાઇ મોહણીયા દ્વારા ગરબાડા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Share This Article