સેવાયજ્ઞોની સાવરણી…..વાપીથી યુપી જઈ રહેલી ગર્ભવતી મહિલાને પ્રસવની પીડા ઉપડતા દે.બારીયાના પીપલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સફળ પ્રસુતિ કરાવી:આર્થિક રીતે તંગ પ્રસૂતા મહિલાના વહારે આવેલા લઘુમતી કોમના દાતાએ જરૂરી મદદ પહોંચાડી કોમી એકતાના દર્શન કરાવ્યા

Editor Dahod Live
1 Min Read

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

વાપીથી યુપી જઈ રહેલી પર પ્રાંતીય મહિલાને પ્રસવની પીડા ઉપડતા દાહોદના પીપલોદ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસુતિ કરાવી ગરીબ મહિલાને વહારે આવેલા સમાજસેવી દાતાએ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ, બેબીકિટ સહીતની રાહતસામગ્રી અર્પણ કરી માનવતાની મહેક પ્રસરાવી

દે.bariya

દાહોદ જિલ્લાના પીપલોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગત  તારીખ 11.6.2020 ના રોજ રાત્રીના બે વાગ્યાના અરસામાં વાપીથી ઉત્તર પ્રદેશ પોતાના વતન જઈ રહેલા શ્રીમતી રોલી દેવી ગીરજેશ શર્માને પ્રસુતિની પીડા ઉપડતા  થતા ટ્રાવેલ્સ બસ અત્રે હોસ્પિટલમાં છોડી ગયેલ જ્યાં ફરજ પરના તબીબોએ ગર્ભવતી મહિલાની  સફળ પ્રસુતિ કરાવી હતી.જ્યારે મહિલા ગરીબ હોવાથી અને વતન પરત જવા માટે તેઓની પાસે આર્થિક તંગી હોવાની રજૂઆત કરતા સ્ટાફ મિત્રો દ્વારા પિપલોદના દાતાશ્રી રિઝવાન ભાઈ મીઠાભાઈનો સંપર્ક કરતા સ્ટાફ સાથે મળીને રૂપિયા 8,000 તથા રેશનકીટ અને બેબીકીટ આપી તેઓને તેમના વતન મોકલવા માટે તજવીજ કરવામાં આવેલ છે.

Share This Article