રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ રેલવે સ્ટેશન પર જીઆરપી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું.
દાહોદ તા. ૫
દાહોદ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ તેમજ બોમ્બ સ્કવોડ દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગ રુપે ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ. દાહોદના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સતત અવર જવર રહેતી હોય છે, ગઈકાલે જ લોકસભાની મતગણતરી પૂર્ણ થઈ છે, ત્યારે રેલવે પોલીસ પણ સુરક્ષા વ્યવસ્થાઓની નિરંતર ચકાસણી કરતી હોય છે, જેના ભાગ રુપે આજે દાહોદ રેલવે સ્ટેશન રેલ્વે પોલીસ, RPF તેમજ બોમ્બ સ્કવોડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામા આવ્યુ હતુ,
રેલ્વે પોલીસ દ્વારા પ્લેટફોર્મ, મુસાફરોના સામાન, રેલ્વે લગેજ, સહિત સંપૂર્ણ દાહોદ રેલ્વે સ્ટેશનનુ ચેકિંગ કરવામા આવ્યુ હતુ, સાથે સ્ટેશન પર આવતી જતી ટ્રેનોમાં મુસાફરોના સમાનનુ પણ ચેકિંગ કરવામા આવ્યુ હતુ, સાથે કાર અને મોટરસાયકલ પાર્કિંગ મા પણ રેલ્વે પોલીસ દ્વારા ચેકિંગની કામગીરી કરવામા આવી હતી, રેલ્વે પોલીસે રૂટીગ ચેકિંગના ભાગરૂપે સુરક્ષાને લઈને ચકાસણી કરી હતી.