મહીસાગરમાં ફરીએકવાર દીપડાનો હુમલો:* સંતરામપુર તાલુકાના પાંચમુવા ગામે દીપડાએ પાંચ બકરાનું મારણ કર્યું
મહીસાગર તા. ૩૦
મહીસાગર જિલ્લામાં ફરીએકવાર દીપડાના હુમલાની ઘટના સામે આવી છે. સંતરામપુર તાલુકાના પાંચમુવા ગામે મકાન પાસે બાંધેલ બકરા પર દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં પાંચ બકરાનું મારણ થયું છે જ્યારે એક બકરાને દીપડાએ ઇજાઓ પોહચાડી છે. આ અંગે વનવિભાગે તાપસ હાથ ધરી છે.
સંતરામપુર તાલુકામાં દીપડાના હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પાંચમુવા ગામે મકાન પાસે બકરા બાંધેલ હતા તે દરમિયાન દીપડો આવી ચડ્યો હતો અને હુમલો કર્યો હતો. જેમાં પાંચ બકરાનું મારણ થયું છે જ્યારે એક બકરાને ઇજાઓ પોહચી છે. સમગ્ર બનાવ બનતા વન વિભાગ દ્વારા તાપસ હાથ ધરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે આગાઉ પણ સંતરામપુર તાલુકાના ચિતવા ગામે મહિલા પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને મહિલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પોહચાડી હતી. જોકે સદનસીબે મહિલાનો પતિ આવી જતા દીપડાને ભગાડી મુક્યો હતો અને મહિલાનો માંડ માંડ જીવ બચ્યો હતો ત્યારે ફરીએકવાર આજે દીપડાના હુમલાની ઘટના સામે આવી છે.