દાહોદ:રાજસ્થાન બોર્ડર સીલ કરાતા તેમજ શોશ્યલ મીડિયામાં લોકડાઉનની ચાલી રહેલી અફવાબજારની વચ્ચે તમાકુ બનાવટ વસ્તુઓના ભાવમાં તડાકો:એકાએક ભાવ વધારો થતાં ખરીદી કરવા દોડધામ

Editor Dahod Live
1 Min Read
 નીલ ડોડીયાર @ દાહોદ/હિતેશ કલાલ @ સુખસર 

રાજસ્થાન બોર્ડર સીલ કરાતા તેમજ શોશ્યલ મીડિયામાં લોકડાઉનની ચાલી રહેલી અફવાબજારની વચ્ચે તમાકુ બનાવટ વસ્તુઓના ભાવમાં તડાકો:એકાએક ભાવ વધારો થતાં ખરીદી કરવા દોડધામ,દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુ ભાવ લેનારા વેપારીઓ સામે નિયંત્રણ જરૂરી.

સુખસર તા.10

રાજસ્થાનમાં કોરોના મહામારીના કેસોની વૃદ્ધિ થતાં રાજ્ય સરકાર દ્વારા સાત દિવસ માટે રાજસ્થાન હસ્તકની આંતરરાષ્ટ્રીય બોર્ડર સીલ કરી દેવાઈ છે તેમજ ગુજરાતમાં પણ બોર્ડર સીલ થવાની સંભાવનાઓ હોવાની અફવાઓએ શોશ્યલ મીડિયામાં જોર પકડ્યું છે જ્યારે રાજસ્થાન બોર્ડર સીલ થઈ હોવાની વાત  સુખસર સહીત ફતેપુરા ઝાલોદ લીમડી દાહોદ સતરામપુર વિસ્તારના વેપારીઓએ તમાકુ બનાવટના ચીજ વસ્તુઓ પર એકાએક વધારો કરી દીધો હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ ગુજરાતમાં પણ સરહદો સીલ થવાની સંભાવના હોવાની અફવાઓના લીધે વિવિધ ખરીદી અર્થે લોકોમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી. જેથી દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકાએક વધારો કરી બેફામ ભાવવધારો કરનારા વેપારીઓ સામે કર ખાતે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે. ફરીથી બેફામ ભાવવધારો થવાનો ડર લોકોને સતાવી રહ્યો છે.

Share This Article