Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ શહેરના ગોવિંદનગરમાં ગાયને હડકવો ઉપડતા તોફાને ચડી:દોડધામના દ્રશ્યો સર્જાયા:એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

દાહોદ શહેરના ગોવિંદનગરમાં ગાયને હડકવો ઉપડતા તોફાને ચડી:દોડધામના દ્રશ્યો સર્જાયા:એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

શહેરના હાર્દસમા ગોવિંદ નગર વિસ્તારમાં ગાયને હડકવો ચઢતા તોફાન મચાવ્યો:એક વ્યક્તિ ઘાયલ, હાડકાયેલી ગાયે સોસાયટીમાં તોફાન મચાવી ત્રણ અઠવાડિયા પહેલા આવી ચડેલા દીપડાની યાદ તાજા કરાવી, પોલિસ તંત્ર, ગૌરક્ષકો, પશુ ચીકીત્સકો ફાયર ફાયટરો સહીતની ટીમોએ ભારે જહેમત બાદ ગાયને ઝડપી પાડતા લોકોએ હાશકારો અનુભવ્યો ,

દાહોદ તા.10

દાહોદ શહેરના રહેણાંક વિસ્તારમાં છૂટી ફરતી એક ગાય હડકવા ઉપડતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો. હડકવાના કારણે ભુરાંટી બનેલી ગાયે ભારે તોફાન મચાવી આવતા જતા રાહદારીઓ સહીત વાહનચાલકોને અડફેટે લેતા એક વ્યક્તિને ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો તેમજ કેટલાક મકાનો તેમજ દુકાનોના બહાર પડેલા સરસામાનને પણ નુકશાન પહોચાડ્યું હતું જ્યારે સ્થળ પર પહોંચેલા ફાયરબિગ્રેડ, ગોરક્ષકોની પોલિસ તંત્ર તેમજ પશુ ચિકિત્સકોએ ભારે જહેમત બાદ ભુરાંટી થયેલી ગાય ને ઝડપી પાડ્યાનું જાણવા મળેલ છે.

દાહોદ શહેરના હાર્દ સમા ગોવિંદ નગર વિસ્તારમાં આજરોજ સવારના સમયમાં એક ગાયને હડકાવો ઉપડયો હતો.જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો.ભુરાંટી થયેલી ગાયે પ્રથમ ગોવિંદનગર ચોક ત્યારબાદ આમ્રપાલી સોસાયટી તેમજ વ્રજધામ સોસાયટીમાં ભારે તોફાન મચાવતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી જેના લીધે એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.હડકાયેલી ગાયે એક મકાનનો દરવાજો તેમજ ગોવિંદનગર વિસ્તારમાં આવેલી દુકાનોના બહાર પડેલા સરસામાનને પણ નુકશાન પહોચાડ્યું હતું.જોકે સ્થાનિક લોકોએ આ બાબતની જાણ ગૌરક્ષકો,પશુ ચિકિત્સક પોલીસ તંત્ર સહીત ફાયર સ્ટેશને કરતા હાડકાયેલી ગાયને ઝડપી પાડવા ઉપરોક્ત ટીમો તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી ગાયને પકડવામાં જોતરાઈ હતી.જોકે વિફરેલી ગાયે અતિભારે તોફાન મચાવી ઉપરોક્ત ટીમોને હંફાવી દીધી હતી એક સમયે ફાયરની ટીમે ગાય પર
વોટર કેનન દ્વારા પાણીનો મારો ચલાવતા ભારે જહેમત બાદ ગાયને ઝડપી ઇન્જેક્શન વડે બેભાન કરી સારવાર અર્થે પશુ દવાખાનામાં ખસેડવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ અઠવાડિયા પહેલા પણ જોગાનુજોગ આ જ ગોવિંદનગર વિસ્તારમાં ખોરાકની શોધમાં આવી દીપડો આવી ચઢતા દોડધામના દ્રશ્યો સહીત અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો અને દીપડાને પણ ભારે જહેમત બાદ ઝડપી પાડવામાં આવ્યો હતો.આમ આજરોજ હાડકાયેલી ગાયના મચાવેલા તોફાને દીપડાની યાદ તાજા કરાવી દીધી હતી

હાડકાયેલી ગાય આગામી બે-ત્રણ દિવસમાં મૃત્યુ પામશે પશુ ચિકિત્સક:- એમ.જે.મહેતા 

આજરોજ સવારે ગોવિંદનગર વિસ્તારમાં ગાયને હડકવો ઉપડતા અમારી ટીમ સ્થળ પર પહોંચી ગાયને બેભાન કરી સારવાર માટે લઈને આવ્યા છે.પરંતુ હાડકાયેલી ગાય સામાન્યત બે થી ત્રણ દિવસમાં મૃત્યુ પામે છે. જ્યારે હાલ આ હાડકાયેલી ગાયને સારવાર આપી ઝાડ સાથે બાંધી છે. પણ આગામી બે ત્રણ દિવસમાં હડકવાના કારણે આ ગાયનું મૃત્યુ થઇ જશે તેમ પશુ ચિકિત્સકે જણાવ્યું હતું.

error: Content is protected !!