
રાહુલ ગારી :- ગરબાડા
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
ટૂંકીવજુ ગામના 91 વર્ષીય બા એ લાકડીના ટેકે આવીને મતદાન કરી મતદાતાઓનો ઉત્સાહ વધાર્યો
ગરબાડા તા. ૭
લોકસભા સામાન્ય ચૂંટણી એ આપણા સૌના ભાવિ માટેનો મહાપર્વ છે. તમામ નાગરિકોની ફરજ બને છે કે આ રાષ્ટ્રીય તહેવારને દરેક કામ પડતા મૂકીને પ્રથમ કામ મતદાન કરવું. અહીં આપણે વાત કરીએ ટૂંકી અનોપ ગામના ગોહિલ મકનબેન ધુળાભાઈની જેઓનો ઉંમર અત્યારે 91 વર્ષ હોવા છતાં લાકડીના ટેકે ચાલતા – ચાલતા મતદાન મથકે જઈને દેશના ભાવિ માટે પોતાનો કિંમતી વોટ આપી પોતાની ફરજ અદા કરી.
એ રીતે ગોહિલ મકનબેન ધુળાભાઈ કે જેઓની ઉંમર 91 થી વધુ હોવા છતાંય તેઓ પોતાના પરિવાર સહિત મતદાન કરવા મતદાન મથકે આવી મત આપીને દેશ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી અન્ય મતદારોના ઉત્સાહને વેગ આપ્યો હતો.