![દેવગઢ બારીયામાં તમામ મતદાન કેન્દ્રો ખાતે નંદઘર બનાવાયા](https://dahodlive.com/wp-content/uploads/2024/05/IMG-20240507-WA0036-770x377.jpg)
રાજેશ વસાવે દાહોદ :- દાહોદ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
દેવગઢ બારીયામાં તમામ મતદાન કેન્દ્રો ખાતે નંદઘર બનાવાયા
દાહોદ તા. ૭
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં તમામ મતદાન કેન્દ્રો ખાતે મતદાન કરવા માટે આવનાર ધાત્રી માતાઓ તેમજ વડીલો સાથે આવનાર બાળકોની ચિંતા કરીને દરેક મતદાન કેન્દ્રો માં એક એક નંદઘર બનાવવામાં આવ્યું છે, જેમાં ઘોડિયા તેમજ રમકડાંની પણ વ્યવસ્થા આવી છે.
જેથી કરીને મતદાન કરવા માટે આવનાર ધાત્રી માતાઓ તેમજ અન્ય વાલીઓ દ્વારા બાળકોને નંદઘરમાં આરામ કરી શકે તેમ જ રમી શકે ઉપરાંત મતદારો આરામથી વોટ કરી શકે તે માટે આઈ સી ડી એસ સ્ટાફ દ્વારા ફરજ બજાવવામાં આવી રહી છે.