Thursday, 02/01/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના શ્રી રામદેવપીર માધ્યમિક શાળા કાળીયાના સેવક વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

April 18, 2024
        1059
ફતેપુરા તાલુકાના શ્રી રામદેવપીર માધ્યમિક શાળા કાળીયાના સેવક વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના શ્રી રામદેવપીર માધ્યમિક શાળા કાળીયાના સેવક વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

  શ્રી રામદેવ માધ્યમિક શાળા પરિવાર દ્વારા વય નિવૃત્ત થતા સેવકને દીર્ઘાયુષ અને નીરોગી જીવન વ્યતીત કરે તેવી શુભેચ્છાઓ સાથે વિદાય આપવામાં આવી

વય નિવૃત્ત થતા સેવક દ્વારા નિવૃત્તિ બાદ દરરોજ શાળાને એક કલાક ફાળવવા જણાવ્યું

સુખસર,તા.18

ફતેપુરા તાલુકાના શ્રી રામદેવપીર માધ્યમિક શાળા કાળીયાના સેવક વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

     ફતેપુરા તાલુકાના કાળીયા ગામે આવેલ શ્રી રામદેવ પીર માધ્યમિક શાળામાં ફરજ બજાતા સેવક વયનિવૃત્ત થતાં આજરોજ શાળા ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં રામદેવપીર માધ્યમિક શાળા ના આચાર્ય પ્રદીપભાઈ ચૌહાણ,જિલ્લા આચાર્ય સંઘના સાંસદ પી.એમ.રાઠોડ,કાળિયા પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઈ મકવાણા, આ શાળાના નિવૃત્ત આચાર્ય સુભાષભાઈ પટેલ તથા રામદેવપીર માધ્યમિક શાળાના મંત્રી મનુભાઈ મછાર સહિત શાળા પરિવાર,કાળિયા પ્રાથમિક શાળાના બાળકો,ગ્રામજનો, સગા સ્નેહીઓ,મિત્રો વિગેરેએ મોટી સંખ્યામાં હાજર રહી વય નિવૃત્ત થતા સેવકને ઉષ્માભેર વિદાય આપી હતી.

ફતેપુરા તાલુકાના શ્રી રામદેવપીર માધ્યમિક શાળા કાળીયાના સેવક વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

    જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના કાળીયા ગામે હોળી ફળિયામાં રહેતા મછાર લાલાભાઈ હુમજીભાઈ નાઓ વર્ષ 1986 થી શ્રી રામદેવપીર માધ્યમિક શાળા કાળીયા ખાતે સેવક તરીકે ફરજ બજાવી રહ્યા હતા.જેઓ વય નિવૃત્ત થતા આજરોજ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.જેમાં શાળાના આચાર્યએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપતા જણાવ્યું હતું કે,લાલાભાઈ મછાર વર્ષ 1986 થી અમારી શાળામાં ફરજ બજાવતા હતા.અને છેલ્લા પાંચ વર્ષથી હું આ શાળામાં ફરજ બજાવી રહ્યો છુ.ત્યારે લાલાભાઈ અનુભવના આધારે તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે.આજનો દિવસ શુભ છે,પરંતુ મારા માટે ખૂબ દુઃખ દાયક છે.કારણ કે 31 ઓક્ટોબર 2022 ના રોજ સુભાષભાઈ નિવૃત્ત થયા,જ્યારે 20/5/2020 ના રોજ આ શાળામાં ફરજ બજાવતા રમણભાઈ પટેલનું આકસ્મિક અવસાન થયું હતું.ત્યારથી હું તથા લાલાભાઇ દ્વારા આ શાળાનું સંચાલન કરી રહ્યા હતા.અને ત્યારબાદ પ્રવાસી શિક્ષકો આવ્યા છે.હવે લાલાભાઇ વય નિવૃત્ત થાય છે.ત્યારે શાળાના એક કર્મચારી ઓછા થઈ રહ્યા છે તેનું દુઃખ છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,કોરોના કાળ જેવા સમયમાં પણ ખૂબ જ ઈમાનદારી થી તેમની ફરજ નિભાવી હતી.જોકે લાલાભાઇ માટે જેટલી વાત કરીએ તેટલી ઓછી પડે તેઓ એવા વ્યક્તિ છે કે વેકેશન જેવો સમય હોય ત્યારે ઓફિસની તેમને કરવા લાયક કામગીરી માટે અમોને ક્યારેય ટકોર કરવી પડી નથી.જો કે લાલાભાઇથી અમો વધુ ભણેલા છીએ પરંતુ ભણ્યા કરતા લાલાભાઇને અનુભવ વધારે છે.હું પણ તેમની પાસેથી ઘણું શીખ્યો છું.ધીરજ રાખવી,શાંતિ રાખવી,સહનશીલતા રાખવાની આ તમામ પૂર્ણતાના ગુણ તેમનામાં વિદ્યમાન થયેલા છે.અને તેઓ હાલ નિવૃત થાય છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા તેમને લાંબુ દિર્ધાયુષ તથા તંદુરસ્તી બક્ષે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જ્યારે વહીર નિવૃત્ત થતા લાલાભાઇ મછારે જણાવ્યું હતું કે હું વય નિવૃત્ત થયો છું.પરંતુ હજી પણ દરરોજ શાળામાં એક કલાક ફાળવીશ તેમ પણ જણાવ્યું હતું.

      જ્યારે કાળીયા પ્રાથમિક શાળાના આચાર્ય શૈલેષભાઈ મકવાણાએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપતા જણાવ્યું હતું કે, લાલાભાઇ એટલે સરળ અને મિલનસાર સ્વભાવના એક વ્યક્તિ વિશેષ છે.અને તેઓ જ્યારે વય નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે બાકીની જિંદગી પરિવાર સાથે તંદુરસ્તી થી વિતાવે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.જ્યારે શ્રી રામદેવપીર માધ્યમિક શાળા કાળીયાના નિવૃત્ત આચાર્ય સુભાષભાઈ પટેલે જણાવ્યું હતું કે,લાલાભાઇ લાગણીશીલ સ્વભાવના છે.અને જેઓ હાલ નિવૃત થઈ રહ્યા છે.અને હવે પછીનું જીવન તંદુરસ્તીથી વિતાવે તેમ જ સંસ્થામાં હાલ અન્ય કોઈ વ્યક્તિ નથી ત્યારે શાળાને સાથ સહકાર આપતા રહે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. લાલાભાઇએ તેમની ફરજ દરમ્યાન તેઓ તેમની કામગીરીમાં એટલા પોતપ્રોત થઈ ગયેલા હતા કે,કોઈપણ કામ હોય સ્ટાફમાં આમો કોઈ કામ ભૂલી જઈએ પરંતુ લાલાભાઇ તે કામ માટે અમોને નિર્દેશ કરતા હતા.અને કઈ ફાઈલ ક્યાં છે?તેનું સંઘળુ જ્ઞાન તેમના મગજમાં એક પ્રકારે કોમ્પ્યુટરની રીતે ટાઈપ થઈ ગયેલ હતું.ત્યારે જરૂરી ફાઈલ ફાઈલના કલર ઉપરથી પણ શોધી કાઢવામાં માહિર હતા.હું જ્યારે આ શાળામાં નોકરી કરતો હતો ત્યારે લાલાભાઇએ મારું ઘર ક્યારેય સાંભરવા દીધું નથી.જ્યારથી તેમની સંગતમાં બેઠો અને નિવૃત્ત થયો ત્યા સુધી શાળાનું કોઈપણ આયોજન હોય તેના માટે અમોને અગાઉથી સતર્ક કરતા હતા.આમ શ્રી રામદેવપીર માધ્યમિક શાળા કાળીયાના સેવક વય નિવૃત્ત થતાં ભૂતકાળમાં સ્ટાફ પરિવાર સાથે વિતાવેલી ફરજની પળો શાળા સ્ટાફ દ્વારા વગોળી વય નિવૃત્ત થતા લાલાભાઇને શાળા પરિવાર દ્વારા પ્રસસ્તી પત્ર આપી દિલમાં દર્દ અને હર્ષાશ્રુ સાથે શાળા પરિવાર દ્વારા વિદાય આપવામાં આવી હતી.વય નિવૃત્તિ કાર્યક્રમ બાદ ઉપસ્થિત સૌએ સુરુચી ભોજન લઈ છુટા પડ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!