Saturday, 19/04/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં વધુ એક કોરોના કેસ મળી આવ્યો:જિલ્લામાં કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંકડો 11 પર પહોંચ્યો

દાહોદ જિલ્લામાં વધુ એક કોરોના કેસ મળી આવ્યો:જિલ્લામાં કોરોના સંક્રમિત એક્ટિવ કેસોનો આંકડો 11 પર પહોંચ્યો

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.07

દાહોદમાં આજરોજ વધુ એક કોરોના પોઝીટીવનો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યો હતો.દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવના 43 કેસો નોંધાવા પામ્યા છે.જે પૈકી 32 લોકો સાજા થઈ જવા પામ્યા છે. જ્યારે આજરોજ વધુ એક કેસ કોરોના પોઝીટીવ મળી આવેલા કેસ મળી કુલ 11 કોરોના પોઝીટીવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલેલા 107 સેમ્પલો પૈકી 106 ના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા.જ્યારે ફતેપુરા તાલુકાના દેવલ ફળીયા ઢઢેલાના 57 વર્ષીય આદમભાઇ ધીરાભાઈ ક્લાસવાનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ઉપરોક્ત કોરોના પોઝીટીવ આવેલા વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેના સંપર્કમાં આવેલા લોકોંને કોરોનટાઇન કરી સૅનેટાઇઝીંગ સહીતની કામગીરીમાં જોતરાઈ જવા પામ્યા છે.

error: Content is protected !!