Tuesday, 30/04/2024
Dark Mode

ઝાલોદ:પરિવારથી વિખુટી પડેલી દસ વર્ષીય બાળકીનું માતા-પિતા સાથે પુનઃ મિલન કરાવતી ઝાલોદ પોલિસ

ઝાલોદ:પરિવારથી વિખુટી પડેલી દસ વર્ષીય બાળકીનું માતા-પિતા સાથે પુનઃ મિલન કરાવતી ઝાલોદ પોલિસ

હિરેન પંચાલ @ ઝાલોદ 

પરિવારથી વિખુટી પડેલી દસ વર્ષીય બાળકીનું ગણતરીના કલાકમાં જ પરિવાર સાથે મિલન કરાવતી ઝાલોદ પોલીસ,ઝાલોદ ટાઉન બીટ જમાદારની પ્રશંસનીય કામગીરી

ઝાલોદ તા.04

ફતેપુરાના ઇટાબારાનો પરિવારની બાળકી ગૂમ થતાં પરિવારે ઝાલોદ પોલીસની મદદ લીધી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકી શોધી  લેતા પરિવારની ખુશીનો કોઈ પાર રહ્યો નહોતો.

પ્રાપ્ત વિગતોનુસાર ફતેપુરાના ઇટાબારા ગામના દિનેશભાઈ મલાભાઈ પારગી પોતાની દશ વર્ષીય દીકરીના હાથના ઈલાજ માટે ઝાલોદના ધૂન ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન જ, બાળકીની કોઈ માંગને લઇને બાળકી જીદ પર ચઢતા આશરે ત્રણ વાગ્યાના સુમારે હોસ્પિટલ પરથી ભાગી ગઈ હતી.

પરિવારને આ બાબત ધ્યાને આવતા પરિવાર ચિંતાતુર બન્યો હતો.અને હોસ્પિટલ સ્ટાફને આ બાબત ધ્યાને આવતા ઝાલોદ પોલીસને જાણ કરી હતી. પોલીસને આ બાબત ધ્યાને આવતા પોલીસે હોસ્પિટલના સીસીટીવી કેમેરાની મદદથી અને ડોકટર મેહુલભાઈ ચંદાણા અને પોલીસની ભારે જહેમત બાદ બાળકીને ઝાલોદના નિર્જન વિસ્તાર માંથી શોધી કાઢવા માટે સફળતા મળી હતી.

પોલીસ કોન્સ્ટેબલ સુભાષભાઈ નિનામાએ ગણતરીના કલાકોમાં જ પાંચ વાગ્યે બાળકીને પરિવારને સુપ્રત કરતા પરિવારે પોલીસ કોન્સ્ટેબલ સુભાષભાઈ નિનામાનો આભાર માન્યો હતો. અને પોલીસની કામગીરી બિરદાવી હતી. તો પરિવારની ખુશી નો પાર રહ્યો નહોતો.
કોન્સ્ટેબલ સુભાષભાઈ નિનામા એ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે ખોવાયેલ પરિવાર જન ને મેળવવા એ ખરેખર ખૂબ જ સુખદ અનુભવ છે અને પોલીસ ની મધ્યસ્થતા ને લીધે લોકોમાં પોલીસ પ્રત્યે માન થાય તો પોલીસ ની નોકરી અને લોકો સાથે પણ ન્યાય થાય એમ લાગે છે.

error: Content is protected !!