રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડાના બોરીયાલા ગામે (પાણી પુરવઠા દ્વારા ) નવીન બનાવેલી નલ સેજલ યોજનાની પાણીની ટાંકી લીકેજ, કામગીરી સામે પ્રશ્નાર્થ.?
ગરબાડા તા.૨૩

ગરબાડા તાલુકાના બોરીયાલા ગામે ગરબાડા તાલુકા પંચાયતના ટીડીઓ હસમુખભાઈ પટેલ દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારમાં નળસર્જન યોજના અંતર્ગત ટી.સી.એમ તથા ગામના સરપંચ તેમજ જલ યોજના અંતર્ગત પંપ ઓપરેટર સાથે મીટીંગ યોજી હતી જેમાં પાણી પુરવઠા દ્વારા નવીન બનાવવામાં આવેલી પાણીની ટાંકી લીકેજ થતા કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ સામે અનેક સવાલો ઊભા થયા છે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ છરછોડા ગામ ખાતે પણ આવી હલકી ગુણવત્તાવાળી પાણીની ટાંકી બનાંવવાનું કામકાજ ચાલી રહ્યો હતો તે દરમિયાન સ્લેબ તૂટી જતા અનેક મજૂરો ઘાયલ થયા હતા.

તદ ઉપરાંત ગરબાડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ પાણી ટાંકીની મુલાકાત લેવામાં આવે તો તેમાં પણ આવી હલકી ગુણવત્તા વાળું કામકાજ કરેલું જોવા મળે તેમાં કોઈ બે મત નથી હાલ તો આ નવીન બનાવેલી નળ સેજલ યોજના અંતર્ગત પાણીની ટાંકી લીકેજ થતા કામગીરી કરનાર એજન્સી, કોન્ટ્રાક્ટર તેમજ ચકાસણી કરનાર લોકો સામે અનેક સવાલો ઉઠ્યા છે હાલ ઉનાળો પણ ચાલુ થવાના આરે છે લોકો પાણી માટે વલકા મારી રહ્યા છે અને નલ સે જલ યોજના અંતર્ગત પાણીની ટાંકી લીકેજ નીકળતા લાખો લિટર પાણીનો બગાડ જોવા મળી રહ્યો છે તંત્ર કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પહેલા દ્વારા આ બાબત ઉપર ધ્યાન આપવામાં આવે તે જરૂરી બન્યું છે..
