Friday, 27/12/2024
Dark Mode

લીમખેડા તાલુકાના દુધિયા ગામે હાઇવે પર સિમેન્ટ ભરેલો ડમ્પર સળગ્યો,

March 15, 2024
        792
લીમખેડા તાલુકાના દુધિયા ગામે હાઇવે પર સિમેન્ટ ભરેલો ડમ્પર સળગ્યો,

લીમખેડા તાલુકાના દુધિયા ગામે હાઇવે પર સિમેન્ટ ભરેલો ડમ્પર સળગ્યો,

દાહોદ તા. ૧૫

દાહોદ જીલ્લાના લીમખેડા ગામે દુધીયા ગામે હાઈવે રોડ પર કોક્રીટ સિમેન્ટ ભરેલા ટેન્કરના પાછળના ભાગે આકસ્મિક આગ લાગી હતી, પ્રથમ આગ ગાડીના ટાયરમા લાગતા આગ ધીરે ધીરે પ્રસરી જતા ગાડીનો પાછળનો ભાગ આગની લપેટમા આવી ગયો હતો, ગાડીમા આગ લાગતાની સાથે ચાલકે ગાડીને રોડની સાઈડમા ઉભી કરી હતી, અને ઘટનાની જતા આજુ બાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ દેવગઢ બારીઆ ફાયર ફાઈટરને કરતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, આગ લાગવાના કારણે ગાડીનો પાછળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો, જ્યારે ગાડી મા આગ લાગવાનુ કારણ જાણી શકાયુ ન હતુ, આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!