રાજેશ વસાવે :- દાહોદ
દાહોદના કૃષિ ફોર્મ પાસે 32 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર પેટ્રોલ છાંટી જાત જલાવી..
યુવકે ઘાટ કર્યો કે કોઈએ મારી નાખ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી..
દાહોદ તા.15
દાહોદ શહેર નજીક હજારીયા ફળીયામાં રહેતા પંચમભાઈ યાદવના 32 વર્ષીય પુત્ર જયેશ કુમારે અગમ્ય કારણોસર પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કરી લેતા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ શહેર નજીક હજારીયા ફળીયામાં રહેવાસી 32 વર્ષીય જયેશભાઈ બપોરનાં 3.25 વાગ્યાની આસપાસ કોઈ કામ અર્થે નીકળ્યા હતા.ત્યારબાદ 4 વાગ્યાના અરસામાં આસપાસ જયેશ ભાઈએ કૃષિ ફોર્મની પાછળ ખુલ્લી જગ્યામાં પોતાના પર પેટ્રોલ છાટી આપઘાત કર્યો જાણ તેમના પરિવારજનોને થતા પરિવારજનો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં .મૃત હાલતના પડેલ પોતાના પુત્રને જોઈ ભારે આક્રંદ સાથે રોકકળ મચાવતા શોકનું મોજું ફરી વડ્યું હતું. આ બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મરણ જનાર જયેશભાઈના મૃતદેહનો કબજો લઈ પીએમ અર્થે દાહોદના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી મરણ જનત જયેશભાઈએ પેટ્રોલ છાંટી આપઘાત કર્યો હતો. અથવા તેને કોઈએ ઇરાદા સર બાળી નાખ્યો હતો આ તમામ દિશાઓમાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.