Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ: કોવીડ-19 ના ૩૫૨૪ સેમ્પલો પૈકી 3322 ના રિપોર્ટ નેગેટિવ:202ના રિપોર્ટ પેન્ડિંગ

દાહોદ: કોવીડ-19 ના ૩૫૨૪ સેમ્પલો પૈકી 3322 ના રિપોર્ટ નેગેટિવ:202ના રિપોર્ટ પેન્ડિંગ
જીગ્નેશ બારીયા @ દાહોદ
દાહોદ તા.01
દાહોદમાં અત્યાર સુધી ૩૭૬૨ લોકોને હોમ ક્વોરેન્ટાઈન તથા કોવીડ – ૧૯ હોÂસ્પટલમાં ક્વોરેટાઈન કરવામાં આવ્યા છે જેમાંથી અત્યાર સુધી ૩૫૨૪ લોકો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે આજે વધુ બે દર્દીઓને રજા અપાતા હવે એક્ટીવ કેસોની સંખ્યા પાંચ રહેવા પામી છે. કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાને લઈ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દિવસરાત એક કરી ઉત્કૃષ્ઠ કામગીરી બજાવી રહી છે. ગામડે ગામડે તેમજ શેરી, મહોલ્લા સહિત સોસાયટીઓમાં સેનેટરાઈઝીંગ સહિતની આરોગ્યલક્ષી કામગીરી પણ પુરજાશમાં ચાલી રહી છે. અત્યાર સુધી દાહોદમાં ૩૪ કોરોના પોઝીટીવ આંકડો સામે આવ્યો છે જેમાંથી ૨૯ લોકોએ કોરોનાને માત આપતા તેઓને રજા પણ આપી દેવાઈ છે. આ સાથે દાહોદમાં હાલ હવે એક્ટીવ કેસની સંખ્યા ૫ રહેવા પામી છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર ૨૦૪ સેમ્પલોના રિપોર્ટાે પેન્ડીંગ હોવાથી આરોગ્ય તંત્ર સમેત દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ રિપોર્ટાેની રાહ પણ જાવાઈ રહી છે.
————————————————
error: Content is protected !!