રાજેશ વસાવે :- દાહોદ
તમાકુ નિયંત્રણ જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
દાહોદ :- તા. ૧
દાહોદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો ઉદય ટીલાવત તથા એપેડીમિક મેડીકલ ઓફિસર શ્રી ડો નયન જોશીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જ્ઞાન જ્યોત માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળા ઉકરડી ખાતે તમાકુ નિયંત્રણ જન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં આચાર્ય શ્રી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં શાળા પરિવાર તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર શ્રી એ તમાકુ તથા તેના સેવન થી થતી મુશ્કેલીઓ , શારીરિક નુકશાન , કેન્સર જેવા રોગો વગેરે વિષે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ અન્ય આરોગ્ય કાર્યક્રમો વિશે પણ જાણકરી આપી હતી.
અંત માં સૌ એ સંકલ્પ લીધો હતો કે તમાકુ તથા તેની બનાવટો નું સેવન તેમજ અન્ય વ્યસનો થી પોતે ,પરિવાર તથા રાષ્ટ્ર ને બચાવવા પ્રયત્ન કરીશું.
૦૦૦