ઝાલોદના મીઠાચોક વિસ્તારમા રાત્રીના સમયે અગમ્ય કારણસર ભીષણ આગ લાગી, લોકોનો આબાદ બચાવ;
લાખોની ઘરવખરી બળીને ખાખ, હાલો તેમજ ઝાલોદ તેમજ દાહોદ ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવાઈ..
દાહોદ તા.22
ઝાલોદ નગરમા મીઠા ચોક વિસ્તારમા રાત્રિના સમયે અચાનક રાત્રિના સમયે એક મકાનમા ભયંકર આગ લાગી જતા ગ્રામજનોના ટોળાટોળા ઉમટી પડયા હતા.
ઝાલોદ નગરમા રાત્રિના આશરે 9 થી 10 વાગયાના આસપાસ મીઠાચોક ખાતે એક મકાનમા અગમ્ય કારણસર એક મકાનમા આગ ભભૂકી ઉઠી હતી તેની જાણ આસપાસના રહીશોને થતા ટોળેટોળા ઉમટી પડયા હતા અને સ્થાનિકો દ્વારા ભયંકર આગ લાગી હોવાની જાણ તાત્કાલિક ઝાલોદ ન.પાલિકા ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાઇ હોવાથી તાત્કાલિક ધોરણે રાહત ટીમ દોડીને આવીને આગ પર કાબુ મેળવયો પરંતુ ઘર વખરીનો તમામ સામાન બળીને રાખ થઈ જતા ઘર માલિકને મોટી મુસીબતનો સામનો કરવો પડયો ત્યારે બીજી તરફ ઘરમા રેહતા સદસ્યો સમયસૂચકતા વાપરતા ઘર માથી સલામત રીતે બહાર આવી જતા મોટી દુર્ઘટનાથી બચી જવા પામ્યા હતા તેમજ ઘરના સભ્યો મોટી જાનહાનિ બચી સલામત બહાર નિકળી આવ્યા હોવાની વિગતો જણાય આવે છે, ત્યારે આગ લાગવાનુ ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે, પરંતુ આગની લપેટમા ઘરનો તમામ કિમતી સરસામાન બળીને રાખ થઈ ગયો હતો.
તેમજ સમગ્ર નગરમા આગ લાગવાની દુખ ઘટના જણાય આવતા નગરજનોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ખાસ કરી આસપાસમા રેહતા રહીશોને આગ લાગી હોવાનુ જાણ થતા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરી મદદે દોડી આવ્યા હતા,ઘરનો સભ્યોએ સલામત રીતે બહાર નિકળી આવતા લોકોએ હાશકારો અનુભવાયો હતો પરંતુ આગ ભયંકર લાગી હોવાના કારણે ઘરમા રેહલા સામાન ભળીને રાખ થઈ ગયો હોવાની વિગતો જણાય આવે છે.
ત્યારે આ બાબતે સ્થાનિક અધિકારીઓ મામલતદાર અને પોલીસ સહિતનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને આગને કાબુ કરવા તમામ પ્રયત્ન કર્યા હતા ત્યારે આગના કારણે ઘર માલિકોને મોટુ નુકસાન પહોચ્યુ હોવાથી સરકારી આર્થિક સહાય કરવામા આવે તે જરુરી છે.