દાહોદ શહેરના છાબ તળાવમાંથી એક આધેડ ઉમરના વ્યક્તિની લાશ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.ઘટનાસ્થળે પહોચેલી ફાયરની ટીમે પોલીસની હાજરીમાં મૃતકના શબને બહાર કાઢી પીએમ માટે મોકલી હોવાનું બહાર આવવા પામ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરના ઐતિહાસિક છાબ તળાવમાં આજરોજ સાંજના સુમારે એક આધેડ ઉમરના વ્યક્તિની લાશ તરતી જોવાઈ હતી.સ્થાનિક યુવકો તળાવમાં માછીમારી મારી કરવા જતા તળાવમાં લાશ તરતી જોવા મળતા લોકો ચોકી ઉઠ્યા હતા.ત્યારે આ બાબતની જાણ સ્થાનિક ફાયર બિગ્રેડ તેમજ પોલિસને કરી હતી.ફાયર બિગ્રેડ તેમજ શહેર પોલિસે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી.ત્યારબાદ ફાયરબિગ્રેડના જવાનોએ પોલિસની લાશને તળાવની બહાર કાઢી હતી.અને અંગઝડતી લેતા મૃતકના ખિસ્સામાંથી પાનકાર્ડ તેમજ ઈલેક્શન કાર્ડ મળી આવ્યું હતું જેની તપાસ કરતા આ વ્યક્તિ ગોધરાનો હોવાનો અને દાહોદ કોઈ સગા સબંધીના ત્યાં આવ્યો હોવાની પ્રાથમિક જાણકારીઓ મળી હતી. પોલિસે આ બાદ મૃતકના શબને પીએમ માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. અને આ વ્યક્તિ દાહોદમાં કોના ત્યાં રોકાયો હતો તેમજ આ વ્યક્તિએ આત્મહત્યા કરી કે કેમ? તે બધા પાસાઓને ધ્યાનમાં રાખી આગળની તપાસમાં જોતરાઈ ગયા હતા.