દાહોદમાં બીજા દિવસે વધુ 4 મહિલાઓ કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ:દાહોદમાંથી અત્યારસુધીમાં 26 લોકો કોરોનામુક્ત થતા રાહતના સમાચાર:હાલ ફક્ત 8 એક્ટિવ કેસો હોસ્પિટલમાં….

Editor Dahod Live
3 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદમાં સતત બીજા દિવસે પણ વધુ લોકો કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ, દાહોદમાં અત્યાર સુધી 26 લોકો કોરોના મુકત થયાં, હવે ફક્ત 8 કોરોના સંક્રમિત કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ,દાહોદનો પુનઃ એક વખત કોરોના મુક્તિ તરફ પ્રયાણ, જોકે સરકારી કોરોનટાઇનમાં તેમજ હોમ કોરોન્ટાઇન મળી કુલ 5 હજાર ઉપરાંત લોકો આરોગ્ય તંત્રની નિઘરાણી હેઠળ,આરોગ્ય વિભાગે 3 હજાર ઉપરાંત લીધેલા સેમ્પલોમાં મોટાભાગના રિપોર્ટ નેગેટિવ કેટલાકના રિપોર્ટ હાલ પેન્ડિંગ,કોરોના સામેની જંગમાં દાહોદનો સક્સેસ રેટ 70 ટકાથી પણ વધુ, કોરોનામુક્તિમાં દાહોદ જિલ્લો ગુજરાતમાં અગ્રેસર 

દાહોદ તા.28

દાહોદમાં ગત તારીખ 18મીના રોજ સક્ષમ અધિકારીની મંજૂરી વગર દાહોદથી અમદાવાદ તેમજ પરત દાહોદ પરત આવી આવેલી ત્રણ મહિલાઓ સહીત કોરોના પોઝીટીવ આવેલી 4 મહિલાઓ આજરોજ કોરોના મુક્ત થતાં તેઓને અત્રેના ઝાયડસ હોસ્પિટલ તેમજ કોવીડ કેર હોસ્પિટલમાંથી રજા આપી ઘરે મોકલતા અત્રેના હોસ્પિટલમાં હાજર તબીબો તેમજ આરોગ્ય કર્મીઓ સહીત સૌ કોઈએ તાળીઓના ગડગડાટ વચ્ચે તેઓને ઘરે મોકલ્યા હતા

કોરોના મહામારીએ સમગ્ર દેશભરમાં કાળો કેર વર્તયો છે.આ મહામારીના લીધે  રાજ્યભરમાં એક પછી એક સાગમટે કોરોના પોઝીટીવના ઝડપભેર કેસો સામે આવી રહ્યા છે.જેના લીધે કેટલાક શહેરોના અમુક વિસ્તારોને રેડઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે.આ મહામારીના ભોગ બનેલ કેટલાય લોકો મોતને ભેટ્યા છે.જેને લઈને રાજ્ય સરકાર વહીવટીતંત્ર સહીત આરોગ્ય વિભાગ સહીત સહુ કોઈ ચિંતિત છે.ત્યારે સંલગ્ન વિભાગો આ મહામારીને વધુ વકરતો રોકવા અથાગ પરિશ્રમ કરી તમામ પ્રકારના પગલાંઓ લેવાઈ રહ્યા  છે.ત્યારે આ તમામ પરિસ્થતિઓની વચ્ચે ઉગતા સૂર્યના પ્રવેશદ્વાર તેમજ આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદમાંથી સારા સમાચાર આવી રહ્યા છે.જેમાં દાહોદમાં  કોરોના મહામારીમાં સપડાયેલ કેસો ઝડપભેર સાજા થઈ પોતાના ઘરે જઈ રહ્યા છે.દાહોદમાં અત્યાર સુધી કુલ નોંધાયેલ 34 જેટલાં કેસોમાંથી 26 લોકો કોરોના મુક્ત થતાં કોરોના સામેની જંગમાં દાહોદ નો સક્સેસ રેટ 70 ટકા ઉપરાંત પહોંચવા પામ્યો છે.જે ખરેખર સારી બાબત છે.દાહોદમાં ગત તારીખ 15 મીના રોજ અમદાવાદથી વગર પાસ પરમિશન વગર આવેલી દાહોદના નાના ડબગરવાસની રહેવાસી (1) મધુબેન ભુરાભાઇ પરમાર, (2)ભીખીબેન રમણલાલ પરમાર,(3)શુશીલાબેન મફતલાલ પરમાર તેમજ ગત 14 મી તારીખે મુંબઈથી દાહોદ આવેલી ઝાલોદ તાલુકાના સીમલીયાની લલીતાબેન કિશોરી સહીત 4 મહિલાઓ તારીખ 18 મીના કોરોના પોઝીટીવ આવી હતી ત્યારબાદ ઉપરોક્ત ચારેય મહિલાઓને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી હતી.ત્યારબાદ આ ચારેય મહિલાઓ ઝડપભેર સાજી થતાં ત્રણ મહિલાઓને કોવીડ કેર સેન્ટરમાં રીફર કરી હતી.ત્યારે આ ચારેય મહિલાઓ કોરોનામુક્ત થતાં આજરોજ હોસ્પિટલમાંથી રજા મળતા હોસ્પિટલના તબીબો, આરોગ્ય વિભાગ સહીત સૌ કોઈએ તાળીઓથી વધાવી લીધી હતી.જોકે દાહોદમાં અત્યાર સુધી 34 કેસો નોંધાવા પામ્યા હતા.જે પૈકી કુલ 26 લોકો કોરોના મુક્ત થતા હાલ 8 કોરોના ગ્રસ્ત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

Share This Article