
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસે ચંદલા ગામેથી બાઈક ઉપર દારૂ લઈ જતા બે ખેપિયાને ઝડપી પાડી જેલ ભેગા કર્યા
ગરબાડા તા. ૬
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ ની સૂચના અને માર્ગદર્શન અનુસાર ગરબાડા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રહે બાતમી મળેલ કે એમ.પી.ના વર્ઝન તરફથી એ કાળા કલરની બર્ગમેન મોટરસાયકલ નંબર GJ 20 BB 5369 ઉપર બે ઇસમો ઇંગ્લિશ દારૂ લઈને પાસિયા રસ્તે થી ચંદલા ગામ તરફ આવનાર છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બાતમી વાળી ગાડી સાથે બે ઇસમ 1) આનંદભાઈ રજનીકાંત વોહણીયા તેમજ 2) કિશનભાઇ દીપકભાઈ ગુડિયા ઝડપી પાડી તેઓની તલાસી લેતા બાઈક ઉપર કથાના થેલામાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની પેટીઓ ભરેલી મળી આવી હતી જેમાં ગરબાડા પોલીસે 31,680 ના વિદેશી દારૂ તેમજ મોટરસાયકલ ની કિંમત રૂપિયા 50 હજાર મળી કુલ 84,180 વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી