કોરોના વોરિયર્સ….કોરોના મહામારીની વચ્ચે જિલ્લાભરમાં કંટેઇન્મેન્ટ એરીયામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ

Editor Dahod Live
1 Min Read

 દીપેશ દોશી @ દાહોદ 

દાહોદ તા.27

દાહોદ જિલ્લામાં અર્બન વિસ્તારમાં  પ્રાથમીક આરોગ્ય કેન્દ્રના પંચાયત કર્મચારીઓ મ.પ.હે.વ તારીખ 03/05/2020 થી વણકરવાસમાં પોઝિટિવ કોરોના કેશ આવ્યો ત્યારથી આજ દિન સુધી મા આવેલા કેસો નો વધું ફેલાવો ના થાયા તે માટે મ.પ.હે.વ ની ખુબ મહત્વની ભુમીકા ભજવેલી છે.જુદા જુદા વિસ્તારોમાં મ.પ.હે.વ યોધ્ધાઓની ટીમો જેમા ગરબાડા, દાહોદ, ઝાલોદ, લીમખેડા ના કર્મચારીઓ રોજ બરોજ સર્વે કરી ને લોકોમાં covid-19 માટેની જનજાગૃતિ આપી હતી. અને આરોગ્ય સેતુ જેવી ખુબજ મહત્વ એપ્લીકેશનની જાણકારી પણ ધરે ધરે પહોંચાડી હતી. આમ ખરા અર્થમાં જોઈએ તો દાહોદમાં  કોરોનાના કેશ મળ્યા  બાદ તેને વધુ વકરતો રોકવા માટેની જે કામગીરી પોઝિટિવ વિસ્તાર કરવામાં  આવી તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. તે માટે પંચાયત વિભાગ ના પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે મ.પ.હે.વ કર્મચારીઓ નો ખુબ અગત્યનું ભાગ ભજવેલો છે.

Share This Article