Thursday, 21/11/2024
Dark Mode

દાહોદમાં વધુ 4 કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ:હવે કુલ 12 એક્ટિવ કેસો હોસ્પિટલમાં

દાહોદમાં વધુ 4 કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઈ:હવે કુલ 12 એક્ટિવ કેસો હોસ્પિટલમાં

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૨૭

દાહોદમાં અત્યાર સુધી કુલ ૩૪ કેસો પોઝીટીવ નોંધાવા પામ્યા છે જેમાંથી ૧૬ કેસો એક્ટીવેટ હતા અને બાકીના દર્દીઓને રજા પણ આપી દેવામાં આવી હતી જ્યારે આજે વધુ ચાર દર્દીઓને એકસાથે રજા આપતા હવે એક્ટીવ કેસો ૧૨ રહેવા પામી છે. સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે આજે આ ચાર દર્દીઓને દાહોદની ઝાયડસ હોસ્પટલમાંથી રજા આપવામાં આવી હતી. સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે કોરોના દર્દીઓને રજા આપવામાં આવી રહી છે અને દાહોદમાં પણ કોરોના દર્દીઓને રજા પણ આપવામાં આવી રહી છે. આજે વધુ ૪ કોરોના દર્દીઓએ કોરોનાને માત આપતા તેઓને દાહોદની કોવીડ – ૧૯ ઝાયડસ હોસ્પીટલમાંથી   રજા આપવામાં આવી હતી જેમાં નીયાઝુદ્દીન કાઝી (ઉ.વ.૨૭), શબાના શાહરૂખ પઠાણ (ઉ.વ.૨૩), નફીસા પઠાણ (ઉ.વ.૪૫) અને બુચીબેન સમસુભાઈ ભાભોર (ઉ.વ.૨૩) એમ આ ચારેય જણાને હોસ્પીટ્લના તબીબો અને સ્ટાફમીત્રોની ઉપસ્થિતિમાં રજા આપવામાં આવી હતી. કોરોના સામેની લડતમાં આ દર્દીઓએ કોરોનાને માત આપતા ઉપસ્થિત સૌ કોઈએ અભિનંદન પણ પાઠવ્યા હતા.

આમ, હવે દાહોદમાં એક્ટીવ કેસો ૧૨ રહેવા પામ્યા છે. હાલ પેન્ડીંગમાં રહેલા કેસોની તંત્ર દ્વારા રાહ જોવાઈ રહી છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક કોરોના રિપોર્ટાે નેગેટીવ આવતા તંત્રમાં મહદઅંશે હાશકારો પણ અનુભવ્યો છે.

error: Content is protected !!