દાહોદ:નાના ડબગરવાસની કોરોના સંક્રમિત મહિલાઓના સંપર્કમાં આવેલી વધુ એક મહિલા કોરોના પોઝીટીવ આવતા ચકચાર:હવે કુલ 9 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર હેઠળ

Editor Dahod Live
1 Min Read

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.20

દાહોદ શહેરમાં વધુ એક કોરોના પોઝીટીવ નો કેસ નોંધાવા પામતા દાહોદ શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આજરોજ સરકારની ગાઇડલાઇન પ્રમાણે 2 દર્દીઓ કોરોનામુક્ત થતાં તેઓને હોસ્પિટમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા ત્યારે સાંજ સુધીમાં વધુ એક કોરોના પોઝીટીવ કેસ સામે આવતા જિલ્લાવાસીઓની ચિંતામાં વધારો જોવા મળ્યો હતો.

વધુમાં જાણવા મળ્યા અનુસાર નાના ડબગરવાસની પરમાર પરિવાર સાથે ગત તારીખ 15મી મેના રોજ અમદાવાદથી દાહોદ આવેલી અને કોરોના સંક્રમિત ત્રણેય મહિલાના સંપર્કમાં આવેલી કંકુબેન દેવધાનો રિપોર્ટ પણ પોઝીટીવ આવતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ગતરોજ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 232 સેમ્પલો તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા જે પૈકી 131 લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામ્યા હતા જ્યારે કંકુબેન દેવધાનો કોરોના પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા તેમણે ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલ્યો હોવાનું જાણમાં આવ્યું છે.
દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના પોઝીટીવના કુલ 27 દર્દીઓ નોંધાવા પામ્યા છે. જે પૈકી 18 લોકો કોરોના મુક્ત થતાં તેઓને હોસ્પિટલ માંથી રજા મળી જવા પામી છે.ત્યારે હાલ કોરોના પોઝીટીવના કુલ 9 એક્ટિવ કેસો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

Share This Article